રદ થવા પર વિમ્બલડનને મળશે 10 અબજ રુપિયા, જાણો IPL સાથે શું થશે!

રદ થવા પર વિમ્બલડનને મળશે 10 અબજ રુપિયા, જાણો IPL સાથે શું થશે!
રદ થવા પર વિમ્બલડનને મળશે 10 અબજ રુપિયા, જાણો IPL સાથે શું થશે!

આઇપીએલને આ વખતે રદ થશે તો બીસીસીઆઈને (BCCI) આર્થિક રુપથી મોટું નુકસાન થશે

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)ની 13મી સિઝનને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. જોકે વર્તમાન સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે આ પછી પણ ટૂર્નામેન્ટનું આયોજન થાય તેવી સંભાવના નથી. આઇપીએલને આ વખતે રદ જ કરવામાં આવી શકે છે. જો આમ થશે તો બીસીસીઆઈને (BCCI) આર્થિક રુપથી મોટું નુકસાન થશે. આઈપીએલ એકમાત્ર ટૂર્નામેન્ટ રદ થઈ નથી. દિલ્હીમાં યોજાનાર શૂટિંગ વર્લ્ડ કપ પણ રદ કરી દીધો છે. ટોક્યો ઓલિમ્પિક પણ એક વર્ષ માટે ટાળી દીધી છે.

  કોરોના વાયરસના કારણે ક્રિકેટ જ નહીં ટેનિસની ઘણી મોટી ટૂર્નામેન્ટ્સ પણ સ્થગિત કે રદ થઈ છે. જેમાંથી એક વિમ્બલડન (Wimbledon)પણ છે. જેને બીજા વિશ્વ યુદ્ધ પછી પ્રથમ વખત રદ કરવામાં આવી છે. જોકે આઈપીએલના મુકાબલે વિમ્બલડનના આયોજકોને વધારે નુકસાન થશે નહીં.  આ પણ વાંચો - Coronavirus : પૈસા માટે તરસી રહ્યા છે ઓસ્ટ્રેલિયન ખેલાડી, ઘર ચલાવવું બન્યું મુશ્કેલ!

  ઇન્ડિયા ટૂડે રિપોર્ટ પ્રમાણે વિમ્બલડનના આયોજકોએ ટૂર્નામેન્ટ રદ થયા પછી 141 મિલિયન ડોલર એટલે કે લગભગ 10.7 અબજ રુપિયા ઇન્સ્યોરન્સ તરીકે મળશે. વિમ્બલડનના આયોજક છેલ્લા લગભગ 17 વર્ષથી દર વર્ષે બે મિલિયન ડોલર મહામારી ઇન્સ્યોરન્સ તરીકે આપતા હતા. આ જ કારણે આયોજકોને લગભગ 10 અબજ રુપિયા મળશે.

  સૂત્રોના મતે બીસીસીઆઈએ IPL માટે ઇન્સ્યોરન્સ તો કરાવ્યો છે પણ આ વીમો યુદ્ધ અને આતંકી હુમલાનો છે. રસપ્રદ વાત એ છે કે કેટલીક બેઠકોમાં મહામારીના ઇન્સ્યોરન્સને લઈને ચર્ચા તો થઈ હતી પણ મોટા ભાગના લોકોએ તેને અવાસ્તવિક ગણાવ્યો હતો. આ જ કારણે જો આઈપીએલ રદ થશે તો બીસીસીઆઈને ઘણું આર્થિક નુકસાન થશે.

  રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ આ મામલામાં પોતાની પોલિસી બદલી શકે છે અને હવે તેમાં બધા પ્રકારના નુકસાનને સામેલ કરવામાં આવી શકે છે. આઈપીએલના હોસ્ટ બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયાને ટૂર્નામેન્ટ રદ થવાથી 3269.50 કરોડ રુપિયાનું સીધું નુકસાન થવાનું નક્કી છે. બીસીસીઆઈએ પાંચ વર્ષ માટે આઈપીએલના ટાઇટલ સ્પોન્સરશિપના અધિકાર વીવોને 2000 કરોડ રુપિયામાં વેચ્યા હતા. બીસીસીઆઈ અને તેના સ્ટેકહોલ્ડર્સને મળીને લગભગ 4 હજાર કરોડ રુપિયાનું નુકસાન થઈ શકે છે.
  Published by:Ashish Goyal
  First published:April 10, 2020, 16:02 pm

  ટૉપ ન્યૂઝ