કાશ્મીરના ફક્ત 7 વર્ષના ક્રિકેટર અહમદની ચર્ચા ભારતથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી થઈ રહી છે. આ નાના સ્પિન બોલરની પ્રશંસા શેન વોર્ને પણ કરી છે. વોર્ને પહેલા સોશિયલ મીડિયા ઉપર અહમદની પ્રશંસા કરી હતી. આ પછી નેશનલ ટેલિવિઝન શો દરમિયાન પણ વીડિયો ક્લિપ બતાવી હતી. વોર્ન પણ આ યુવા ક્રિકેટરની સ્પિન બોલિંગથી ઘણો આકર્ષિત છે.
મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં રહેનાર 7 વર્ષના યુવા ક્રિકેટર અહમદનો એક વીડિયો પત્રકારે ટ્વિટર પર શેર કર્યો છે. તેણે શેન વોર્નને ટેગ કરતા લખ્યું હતું કે આસાનીથી ફેકેલ બોલ ઓફ ધ સેન્ચ્યુરી. એક ગુગલી જે લગભગ દોઢ મીટર સુધી ધુમી હતી. શેન વોર્ન એક નજર નાખો. તમારી સાથે પ્રતિસ્પર્ધા છે. આ ટ્વિટ મુફ્તી ઇસલાહે 23 જુલાઈએ કર્યું હતું. જેના ઉપર વોર્નએ 6 ડિસેમ્બરે જવાબ આપ્યો હતો.
708 ટેસ્ટ વિકેટ ઝડપનાર વોર્નએ લખ્યું હતું કે આ શાનદાર છે. આ પછી વીડિયો ક્લિપને ઓસ્ટ્રેલિયાની ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણી દરમિયાન પ્રથમ ટેસ્ટમાં લંચ બ્રેકમાં ફોક્સ ચેનલ ઉપર પણ ચલાવ્યો હતો. શેન વોર્ને સિવાય એન્કર અને ઇંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર ઇસા ગુહાએ પણ ભારતીય યુવા બોલરની પ્રશંસા કરી હતી. ફોક્સ ચેનલે આ વીડિયો ક્લિપને ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરતા લખ્યું છે કે આ બોલ ઓફ ધ સેન્ચ્ચુરી.શેન વોર્નએ તેને મંજૂરી આપી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર