ક્રિકેટમાં સતત 6 બોલમાં 6 સિક્સર ફટકારવાની સિદ્ધિ તો ઘણી વખત જોવા મળી છે પણ બાંગ્લાદેશ (Bangladesh) માં ત્રણ દેશોની ટી-20 શ્રેણી દરમિયાન શનિવારે અફઘાનિસ્તાનના (Afghanistan) મોહમ્મદ નબી (Mohammad Nabi) અને નજીબુલ્લાહ જાદરાને (Najibullah Zadran)એક ખાસ સિદ્ધિ મેળવી છે. આ બંનેએ ઝિમ્બાબ્વે (Zimbabwe) સામે ટી-20 મુકાબલામાં 7 બોલમાં 7 સિક્સર (7 sixes in 7 Balls)ફટકારી હતી. નબીએ તેંદઈ ચટારાના બોલ પર 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. આ પછી નજીબુલ્લાહે નેવિલ માદજિવાના બોલ પર સતત 3 સિક્સર ફટકારી હતી. આ સિલસિલો મોદવિજાના વાઇડ બોલ પર અટક્યો હતો. આ પછીના બોલ પર નજીબુલ્લાહે 4 રન ફટકાર્યા હતા. નબી અને જાદરાને મળીને 8 બોલમાં 47 રન બનાવ્યા હતા. ક્રિકેટમાં સતત 7 બોલમાં 7 સિક્સર ફટકારવાની સિદ્ધિ પ્રથમ વખત નોંધાઈ છે.
નબી અને નજીબુલ્લાહે 40 બોલમાં બનાવ્યા 107 રન નબીએ 18 બોલમાં 38 રન બનાવ્યા હતા. જ્યારે નજીબુલ્લાહે 30 બોલમાં 5 ફોર અને 6 સિક્સરની મદદથી અણનમ 69 રન બનાવ્યા હતા. બંને પિચ પર આવ્યા ત્યારે અફઘાનિસ્તાનનો સ્કોર 13.2 ઓવરમાં 4 વિકેટે 90 રન હતો. આ પછી બંનેએ આગામી 40 બોલમાં 107 રન બનાવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં પાંચમી વિકેટ માટે બીજી સૌથી મોટી ભાગીદારી છે. રેકોર્ડ પાકિસ્તાનના શોએબ મલિક અને મિસ્બાહ ઉલ હક (119 રન)ના નામે છે.
આવી રીતે ફટકારી 7 સિક્સર અફઘાનિસ્તાનની ઇનિંગ્સ દરમિયાન ઝિમ્બાબ્વે તરફથી 17મી ઓવર તેંદઈ ચટારા ફેકી રહ્યો હતો. આ ઓવરના પ્રથમ બે બોલમાં 2 રન બન્યા હતા. ત્રીજા બોલે મોહમ્મદ નબી સ્ટ્રાઇક પર આવ્યો હતો.
16.3 - નબીએ ડીપ મિડવિકેટ પર 6 રન ફટકાર્યા 16.4 - નબીએ બોટમ હેન્ડની મદદથી બોલરના માથા પરથી 6 ફટકારી 16.5 - ફૂલટોસ બોલ ઉપર નબીએ ડીપ મિડવિકેટ ઉપરથી સિક્સર ફટકારી 16.6 - ચટારાએ ફરી ફૂલટોસ બોલ ફેંક્યો હતો. જે ઓફસાઇડની બહાર હતો. નબીએ ડીપ એકસ્ટ્રા કવર ઉપરથી સિક્સ ફટકારી
18મી ઓવર ફેકવા માટે નેવિલ માદવિજા આવ્યો હતો. સ્ટ્રાઇક ઉપર નજીબુલ્લાહ જાદરાન હતો
17.1 - નજીબુલ્લાહે ડીપ મિડવિકેટ પર સિક્સર ફટકારી 17.2 - આ વખતે ઓફસાઇડ પર બોલ નાખ્યો હતો. નજીબુલ્લાહે ડીપ મિડવિકેટની ઉપરથી સિક્સર ફટકારી. સતત 6 બોલમાં 6 સિક્સર જોવા મળી 17.3 - નજીબુલ્લાહે ફાઇન લેગ ઉપરથી સિક્સર ફટકારી. 7 બોલમાં 7 સિક્સરનો નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર