Home /News /sport /

વસીમ અકરમ બાદ હવે પાકિસ્તાનમાં વાયરલ થયો 6 વર્ષનો 'શેન વોર્ન'

વસીમ અકરમ બાદ હવે પાકિસ્તાનમાં વાયરલ થયો 6 વર્ષનો 'શેન વોર્ન'

    દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્નની ફિરકી બોલિંગથી મોટા મોટા બે્ટસમેન ડરતા હતા. પાકિસ્તાનના ક્વેટામાં 6 વર્ષનો એલી મિકલ શેન વોર્ન જેવી જ સ્પિન બોલિંગ કરે છે. એલીની બોલિંગનો વીડિયો શેન વોર્ને ખુદ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મહત્વપૂર્ણ છે કે શેન વોર્ને ટેસ્ટમાં 708 વિકેટ ઝડપી છે જ્યારે વન ડેમાં 293 વિકેટ ઝડપી છે.

    સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

    પાકિસ્તાનના 6 વર્ષીય બાળક એલી વોર્નની જેમ જ ગુગલી, ફ્લિપર, લેગ બ્રેક બોલ ફેકી રહ્યો છે. એલીના પિતા અબ્દુલ્લા તેને ટ્રેનિંગ આપી રહ્યાં છે. પિતા અનુસાર બાળપણથી જ એલીને

    ક્રિકેટ સાથે લગાવ છે. ગત 6 મહિનાથી તે લેગ સ્પિન બોલિંગ શીખવાડી રહ્યો છે. કોમ્પુટર એન્જિનિયર અબ્દુલા માત્ર એલીને જ નહી પરંતુ ક્વેટામાં પોતાની એકેડમીમાં અન્ય બાળકોને પણ ક્રિકેટની ટ્રેનિંગ આપી રહ્યાં છે.



    6 વર્ષના બાળકની બોલિંગથી દિગ્ગજ પ્રભાવિત

    સોશિયલ મીડિયા પર એલીની બોલિંગનો વીડિયો વાયરલ થયા બાદ દિગ્ગજ ખેલાડી પણ તેની પ્રશંસા કરી રહ્યાં છે. જેમાં વિરાટ કોહલી, વસીમ અકરમ અને શેન વોર્ન પણ તેની બોલિંગજોઇને હેરાન છે. 6 વર્ષના બાળકની બોલિંગ જોઇ વોર્ને ટ્વિટર પર લખ્યુ, ‘અદભૂત, બાળકના હાથમાંથી જે રીતે બોલ નીકળી રહી છે, તે પણ આટલી નાની ઉંમરમાં, ચોકાવનારું છે.એલી પણ શેન વોર્નની પ્રશંસાથી ખુશ છે.


    બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે પણ એલીની પ્રશંસા કરી છે. અકરમે કહ્યું ક્યાં છે આ બાળક, અમારા દેશમાં હુનરમંદ બાળક છે પરંતુ તેની પાસે પોતાની કાબેલિયત બતાવવા માટે કોઇ મંચ નથી. હવે સમય આવી ગયો છે કે આ બાળકો માટે આપણે કઇક કરીએ.

    વિરાટ કોહલીએ પણ કરી પ્રશંસા

    ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ પણ આ બાળકની પ્રશંસા કરી છે. વિરાટે લખ્યુ, મને પાક્કો વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ બાળક ક્રિકેટની દુનિયાનો સ્ટાર હશે. બેસ્ટ ઓફ લક અલી.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Shane Warne, Sports news

    આગામી સમાચાર