ક્રિકેટને અનિશ્ચિતતાની રમત કહેવાય છે. ક્રિકેટ મેચ દરમિયાન હંમેશા એ વાત કહેવાય છે કે જ્યાં સુધી અંતિમ બોલ ન ફેકાઈ જાય ત્યાં સુધી મેચના નિર્ણયને લઈને કશું કહી ન શકાય. ક્રિકેટમાં હારેલી બાજી ક્યારે જીતમાં બદલી જાય અને ક્યારે જીતની બાજી હારમાં ફેરવી જાય તે વિશે કહી ન શકાય. ઇન્ટરનેટ ઉપર આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટીમ જીતેલી મેચનાં હારતી જોવા મળે છે. જોકે જે રીતે આ ટીમ હારે તેને કારણે બધા આશ્ચર્યચકિત થયા છે.
ટ્વિટર ઉપર અમિત નામના યૂઝરે મુંબઈની સ્થાનિક ક્રિકેટ મેચનો એક વીડિયો શેર કર્યો છે. મેચમાં અંતિમ બોલ ફેકવાનો બાકી હતો. બેટિંગ કરનાર ટીમને એક બોલમાં 6 રનની જરુર હતી. આ મેચમાં આ પછી જે થયું કે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બોલરે સતત બે બોલ ફેક્યા હતા અને બધા બોલ ઓફ સ્ટમ્પની એટલા બધા બહાર ગયા હતા કે અમ્પાયરે વાઇડ જાહેર કર્યા હતા. છ બોલ વાઇડ પડતા બેટિંગ કરવારી ટીમ એક બોલ બાકી રાખતા મેચ જીતી લીધી હતી.
આ મેચ 5-5 ઓવરની હતી. વીડિયોમાં જે ટીમ બેટિંગ કરી રહી છે તેણે અંતિમ બોલ પહેલા 4 વિકેટે 70 રન બનાવ્યા હતા. આ સમયે તેને અંતિમ બોલ ઉપર 6 રનની જરુર હતી. જોકે મેચ અંતિમ બોલ પહેલા જ જીતી લીધી હતી. ટ્વિટર આ મેચનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર આ વાતથી સવાલ કરી રહ્યા છે કે બોલરે દરેક બોલ બેટ્સમેનથી આટલો દૂર કેમ ફેંક્યો? ક્રિકેટના જાણકાર યૂઝર્સ કહી રહ્યા છે કે આવું કોઈની પણ સાથે બની શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર