જ્યારે અખબારમાં નામ છાપવા માટે સચિનના ખાતામાં જોડા દીધા એકસ્ટ્રા રન, પછી શું થયું

News18 Gujarati
Updated: April 21, 2020, 4:07 PM IST
જ્યારે અખબારમાં નામ છાપવા માટે સચિનના ખાતામાં જોડા દીધા એકસ્ટ્રા રન, પછી શું થયું
જ્યારે અખબારમાં નામ છાપવા માટે સચિનના ખાતામાં જોડા દીધા એકસ્ટ્રા રન, પછી શું થયું

સચિન સંભવત ભારતના એ ખેલાડીમાં સામેલ છે. જે કદાચ સૌથી વધારે ભારતીય અખબારોમાં ચમક્યો હશે

  • Share this:
નવી દિલ્હી : સચિન તેંડુલકરને પ્રશંસકો ક્રિકેટના ભગવાન કહે છે. 100 સદી, 34 આંતરરાષ્ટ્રીય રન અને ઘણા રેકોર્ડ સચિનના નામે નોંધાયેલા છે. સચિન (Sachin Tendulkar) સંભવત ભારતના એ ખેલાડીમાં સામેલ છે. જે કદાચ સૌથી વધારે ભારતીય અખબારોમાં ચમક્યો હશે. જોકે તમને ખબર છે સચિને અખબારમાં પ્રથમ વખત નામ છપાવવા માટે એક એવી બેઇમાની કરી હતી. જેનો પછી તેને ઘણો પસ્તાવો થયો હતો.

સચિન પોતાના સ્કોરમાં એકસ્ટ્રા રન જોડવાની વાત પોતાની ઓટોબાયોગ્રાફી પ્લેઇંગ ઇટ માય વે (Playing It My Way)કરી છે. સંયોગથી તે સચિનની પ્રથમ મેચ હતી. સચિન આ વિશે લખે છે કે સ્કૂલ માટે મારી પ્રથમ મેચ એટલી ખરાબ પણ ન હતી. મેં 24 રન બનાવ્યા અને અમે મેચ પણ જીતી ગયા હતા. જોકે મેચ બીજા કારણોસર યાદ રાખું છું. મેં તેમાથી એક મહત્વપૂર્ણ શીખામણ લીધી હતી. તેણે મને શીખવ્યું કે ક્યારેય ખોટી રીતનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

આ પણ વાંચો - વિરાટ પર ગુસ્સે થઈ અનુષ્કા, કહ્યું - એ કોહલી ફોર માર ને, શું કરી રહ્યો છે, Videoએ મચાવી ધૂમ

સચિન આગળ લખે છે કે જે ઘટના બતાવી રહ્યો છું તે અખબારમાં મારું નામ પ્રથમ વખત છપાયું હતું. જે એક સુખદ ઘટના હોવી જોઈતી હતી. મુંબઈમાં તે સમયે એક નિયમ હતો કે અખબારમાં કોઈ ખેલાડીનું નામ ત્યારે જ છપાય જ્યારે તેણે 30 રન બનાવ્યા હોય, મેં 24 રન બનાવ્યા હતા પણ ટીમના સ્કોરમાં ઘણા રન એકસ્ટ્રા હતા. સ્કોરરે છ રન વધારાના મારા ખાતામાં મુકવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જેથી મારો સ્કોર 30 રન થઈ જાય. સ્કોરરનો તર્ક હતો કે તેમાં કોઈને ફરક પડશે નહીં કારણ કે ટીમનો સ્કોર પણ બદલાઇ રહ્યો ન હતો. મેં હા પાડી દીધી હતી અને ખબર ના પડી કે કઈ ઝંઝટમાં ફસાઈ ગયો છું.

બીજા દિવસે સવારે મુંબઈના અખબારમાં મારું નામ આવ્યું હતું પણ તેનાથી આચરેકર (Ramakant Achrekar) સર ઘણા નારાજ હતા. તેમણે મને ઠપકો આપ્યો હતો કે તે જે રન બનાવ્યા નથી તે તારા ખાતામાં કેવી રીતે જોડી દીધા. મને પણ અફસોસ થઈ રહ્યો હતો. મેં પોતાની ભૂલ માની લીધી અને સરને વાયદો કર્યો કે ફરી આમ થવા દઈશ નહીં.
First published: April 21, 2020, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading