પંડ્યાએ એક હાથથી પકડ્યો એવો કેચ કે બધા રહી ગયા હેરાન

News18 Gujarati
Updated: February 14, 2018, 8:54 PM IST
પંડ્યાએ એક હાથથી પકડ્યો એવો કેચ કે બધા રહી ગયા હેરાન

  • Share this:
ભારતે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ મંગળવારે (13 ફેબ્રુઆરી, 2018) પાંચમી મેચ જીતીને 6 મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણી 4-1થી જીતી લીધી છે. ભારતે પ્રથમ વખતે દેશ આફ્રિકા વિરૂદ્ધ કોઈ ફોર્મેટમાં શ્રેણી જીતી છે. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ આફ્રિકન ટીમ 201ના સ્કોર પર તંબુ ભેગી થઈ ગઈ હતી. બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતાં કુલદીપ યાદવે ભારત તરફથી 57 રન આપીને સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. ફિલ્ડીંગમાં ભારતીય ખેલાડીઓએ શરૂઆતમાં થોડા લછ્છા માર્યા હતા, જોકે પાછળથી શાનદાર પ્રદર્શન બતાવ્યું હતું. હાર્દિક પંડ્યાએ તબરેજી શમ્સીનો શાનદાર કેચ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

પાંડ્યાએ પાંચમી વનડે જીતાડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. હાર્દિકે મહત્વપૂર્ણ બે સફળતાઓ અપાવી હતી, જેમાં એબી ડિવિલિયર્સની વિકેટ પણ સામેલ છે. તે ઉપરાંત અમલાને પણ હાર્દિકે શાનદાર રન આઉટ કર્યો હતો. પરંતુ હાર્દિકે બધાને ત્યારે ચોકાવી દીધા જ્યારે દોડતા-દોડતા એક હાથથી શાનદાર કેચ પકડી લીધો. ભારત તરફથી કૂલદીપ યાદવ 42મી ઓવર નાંખી રહ્યો હતો ત્યારે આફ્રિન ખેલાડી તબરેજ શમ્સીએ એક હવામાં શોર્ટ ફટકાર્યો હતો. આ કેચ શિખર ધવનના ફિલ્ડીંગ દાયરાની અંદર પહોંચી શિખર બોલની નીચે પણ પહોંચી ગયો તેવામાં ક્યાંયથી પણ હાર્દિકે આવીને એક હાથથી શાનદાર કેચ પકડી લેતા પ્રેશકો પણ ચકિત થઈ ગયા હતા. તે દરમિયાન વિરાટ કોહલી પણ ખુશ થઈ ગયો હતો.

જુઓ શાનદાર કેચનો વીડિયો

First published: February 14, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading