55 વર્ષીય આ ખેલાડીએ ડાન્સ ફ્લોર પર મચાવી ધમાલ, VIDEO ઉડાવશે હોશ!

News18 Gujarati
Updated: February 21, 2019, 12:59 PM IST
55 વર્ષીય આ ખેલાડીએ ડાન્સ ફ્લોર પર મચાવી ધમાલ, VIDEO ઉડાવશે હોશ!
એમ્બ્રોસ એક વીડિયો વાયરલ થયો છે

એમ્બ્રોસ એક વીડિયોમાં ઓસ્ટ્રેલિયન ડાન્સ શો 'ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સ'માં પાર્ટનર ઇડી શિરીન સાથે ડાન્સ કરતો નજરે પડે છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: એક સમયે કેરેબિયાઇ દિગ્ગજ કર્ટલી એમ્બ્રોસનો ક્રિકેટ જગતમાં તરખાટ હતો. દુનિયા ધુરંધન બેસ્ટમેન પણ તેમનો સામનો કરતાં અચકાતા હતા. હજુ પણ તેનો જલવો એવો છે, પરંતુ માત્ર જગ્યા બદલાઇ છે. પહેલાં તે ક્રિકેટના મેદાન પર કમાલ બતાવતો હતો અને હવે ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવે છે.

55 વર્ષીય વેસ્ટઇન્ડીઝનો ઝડપી બોલર એમ્બ્રોસ એક વીડિયોમાં ઓસ્ટ્રેલિયન ડાન્સ શો 'ડાન્સિંગ વિથ ધ સ્ટાર્સ'માં પાર્ટનર ઇડી શિરીન સાથે ડાન્સ કરતો નજરે પડે છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

એમ્બ્રોસના આ વીડિયોને વેસ્ટઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે ઓફિશિયલ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.


વેસ્ટઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે ટ્વિટ કરતાં લખ્યું, થોડોક ડાન્સ અમારા માટે બચાવીને રાખો સર કર્ટલી.

આ પણ વાંચો: ઓપરેશન ક્લીન બોલ્ડ: બિહાર-ઝારખંડ ક્રિકેટમાં 'ભ્રષ્ટાચાર' અંગે મોટો ખુલાસો

આઇસીસીના હોલ ઓફ ફેમમાં સામેલ એમ્બ્રોસે વેસ્ટઇન્ડીઝ માટે 98 ટેસ્ટમાં 405 અને 179 વનડેમાં 225 વિકેટ લીધી હતી. વર્ષ 2000માં ક્રિકેટમાંથી સન્યાસ લીધા બદા તે કોચ તરીકે ક્રિકેટ વર્લ્ડમાં સક્રિય છે.

જોકે, મ્યૂઝિક અને ડાન્સ કેરેબિયાઇ ક્રિકેટરનો એક મહત્વનો શોખ છે. જેમાં ક્રિસ ગેલ, ડવેન બ્રાવો, ડેરેન સેમી પણ પારંગત છે.
First published: February 21, 2019, 12:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading