Home /News /sport /ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, પંડ્યા-હુડા આઉટ, આ બે ખેલાડીઓની એન્ટ્રી, જાણો શું છે મામલો?

ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, પંડ્યા-હુડા આઉટ, આ બે ખેલાડીઓની એન્ટ્રી, જાણો શું છે મામલો?

ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, પંડ્યા-હુડા આઉટ

T20 Series Against South Africa: સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને દીપક હુડાની જગ્યાએ ટીમમાં આ બે દિગ્ગજ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે હાર્દિકને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે હુડ્ડાને ટિમમાંથી બહાર રહેવા માટે આ કારણ જણાવવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
  ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી કોવિડ-19માંથી સાજા થવામાં નિષ્ફળ રહ્યા બાદ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20I સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે બંગાળના ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને હાર્દિક પંડ્યાની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી 28 સપ્ટેમ્બરથી તિરુવનંતપુરમમાં શરૂ થઈ રહી છે.

  ઓલરાઉન્ડર દીપક હુડ્ડા પણ પીઠની ચુસ્તતાના કારણે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. રાષ્ટ્રીય પસંદગી સમિતિ દક્ષિણ આફ્રિકા સામેની સેરીઝ માટે મધ્યક્રમના બેટ્સમેન શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરવા માટે તૈયાર છે.

  આ પણ વાંચો:  સૂર્યકુમાર યાદવ મેચના એક દિવસ પહેલા પત્ની સાથે વિતાવવાનું કરે છે પસંદ, કઈક આવી છે લવ સ્ટોરી...

  ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના એક વરિષ્ઠ સૂત્રએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી છે. તેણે કહ્યું, “શમી કોવિડ-19માંથી સાજો થઈ શક્યો નથી. તેને વધુ સમયની જરૂર છે અને તેથી તે દક્ષિણ આફ્રિકા શ્રેણીમાંથી બહાર થઈ જશે. દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે શમીના સ્થાને ઉમેશ યાદવ ટીમમાં રહેશે.

  જો કે, જ્યારે પૂછવામાં આવ્યું કે પંડ્યાની જગ્યાએ શાહબાઝને શા માટે લેવામાં આવ્યો છે, તો સૂત્રએ કહ્યું, "શું કોઈ ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર છે જે હાર્દિકનું સ્થાન લઈ શકે. રાજ બાવા પાસે બહુ ઓછો અનુભવ છે અને તેથી જ અમે તેમને અનુભવ આપવા માટે ભારત A ટીમમાં રાખ્યા છે.

  તેને ચમકવા માટે સમયની જરૂર છે. મને બીજું નામ કહો?" દરમિયાન, હનુમા વિહારી સૌરાષ્ટ્ર સામેની ઈરાની કપ મેચમાં બાકીની ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.

  આ પણ વાંચો:  T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા 14 દિવસમાં 6 મેચ રમશે, જાણો ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

  પ્રથમ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે


  ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બુધવારથી ત્રણ ટી-20 સિરીઝ રમાશે. પ્રથમ મેચ તિરુવનંતપુરમમાં રમાશે. બીજી મેચ 2 ઓક્ટોબરે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં અને ત્રીજી મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ત્રણેય મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: 3rd T20I, Criceket News

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन