Home /News /sport /અમદાવાદમાં India vs NZ મેચને લઇ જોરદાર ક્રેઝ, 60 હજાર ટિકિટો વેચાઈ ગઇ

અમદાવાદમાં India vs NZ મેચને લઇ જોરદાર ક્રેઝ, 60 હજાર ટિકિટો વેચાઈ ગઇ

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ન્યુઝીલેન્ડ મેચ યોજાશે.

Ind Vs NZ: અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ન્યુઝીલેન્ડ મેચ યોજાશે. આ મેચને લઈને આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણકારી આપવામાં આવી હતી કે, 1 લાખ જેટલા મેચ જોવા આવે એવી વ્યવસ્થા ગોઠવાશે.

India vs NZ t20 Match: આજથી 3 દિવસ બાદ એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાશે. આ મેચની ઓનલાઈન ટિકિટ બુકિંગ પણ શરુ ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 1 ફેબ્રુઆરીએ ત્રીજી ટી-20 મેચ યોજાવા જઈ રહી છે. જેને લઈ તમામ તૈયારીઓ કરાઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 1 લાખ લોકો મેચ જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ન્યુઝીલેન્ડ મેચ યોજાશે. આ મેચને લઈને આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણકારી આપવામાં આવી હતી કે, 1 લાખ જેટલા મેચ જોવા આવે એવી વ્યવસ્થા ગોઠવાશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગેટ 1 અને 2 પબ્લિક માટે ખુલ્લો મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં જ ગેટ 3-4 વીઆઇપી - વીવીઆઇપી ખેલાડીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જીસીએસ બુકિંગ માટે પાર્કિંગ માત્ર 500 લોકોએ કર્યા છે. પાર્કિંગ બુક સ્થળ પર QR કોડ પણ મળી જશે. અમદાવાદ મેટ્રો દ્વારા ફ્રિકવનસી 15 મિનિટની કરવામાં આવશે. ત્યાં જ શો માય પાર્કિંગ માટે 15 થી 18 પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: સાડા નવ લાખ યુવાનોની મહેનત પર રૂપિયા 30 હજાર ભારે પડ્યા

આ સાથે જ અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ માટે શહેરના રસ્તા બંધ થવા અંગેનું જાહેરનામું પણ બહાર પાડીને બંધ કરવામાં આવશે. જે અંતર્ગત જનપથ ટી મોટેરા ટી નો રસ્તો બંધ કરવામાં આવશે.

બીજી તરફ આ મેચને લઇ ક્રિકેટ ચાહકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેટને અત્યાર સુધી 60 હજાર ટિકિટો વેચાઈ ગઇ છે. ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

પાર્કિંગ માટે ટુ વ્હીલર માટે 50 રૂપિયા અને ફોર વ્હીલર માટે 200 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. 27 તારીખથી ઓફલાઈન ટિકિટ મળવાનું શુરૂ થઈ ગયું છે, સરદાર પટેલ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓફલાઈન ટિકિટ મળી શકશે.
First published:

Tags: IND vs NZ, India vs new zealand, Narendra Modi Stadium, અમદાવાદ

विज्ञापन