મહેન્દ્ર સિંહ ધોનીના 38મા જન્મદિવસે ICCએ આપી આ શાનદાર ગિફ્ટ

આઈસીસીએ કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની માત્ર એક નામ નથી પરંતુ એક પ્રેરણા છે

આઈસીસીએ કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની માત્ર એક નામ નથી પરંતુ એક પ્રેરણા છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2019ની સેમીફાઇનલમાં સ્થાન બનાવી ચૂકી છે. ટીમના સૌથી અનુભવી ખેલાડી પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રવિવાર 7 જુલાઈએ (આજે) 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ધોની માટે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં અલગ-અલગ ખેલાડીઓએ ધોનીને લઈને પોતાના વિચાર રજૂ કર્યા છે.

  આઈસીસીએ ધોનીને એવું નામ ગણાવ્યું છે, જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી દીધો. આઈસીસીએ કહ્યું છે કે ધોની માત્ર એક નામ નથી, પરંતુ એક વારસો, એક પ્રેરણા છે. ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેણે 50 ઓવરનો વર્લ્ડ કપ, ટી-20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આ ઉપરાંત તેની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ ટેસ્ટ અને વનડેમાં નંબર એક રેન્કિંગ મેળવી ચૂકી છે.

  મહેન્દ્ર સિંહ ધોનીના હાલના પ્રદર્શનને લઈ તેની ઘણી ટીકા થઈ રહી છે. ધોનીએ 8 મેચમાં 223 રન કર્યા છે.

  જોસ બટલર : વીજળીથી પણ ઝડપી છે ધોનીનો હાથ

  ઈંગ્લેન્ડના વિકેટકીપર જોસ બટલરે પોતાને ધોનીનો બહુ મોટો પ્રશંસક ગણાવ્યો. તેણે કહ્યું છે કે તે મારા આદર્શ છે. તે ઘણો કૂલ છે. મને મેદાન પર તેનું વ્યક્તિત્વ ઘણું પસંદ છે. તે ખૂબ જ શાંત રહે છે એન બેટિંગના સમયે સમગ્રપણે નિયંત્રણમાં હોય છે. વિકેટની પાછળ તેનો હાથ વીજળીથી પણ ઝડપી છે. હું તેનો ઘણો મોટો પ્રશંસક છું.

  વિરાટ કોહલી : ધોની હંમેશા મારા કેપ્ટન રહેશે, તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું

  ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ધોની વિશે તમે જે બહારથી જુઓ છો, તે અંદરથી બિલકુલ અલગ છે. મુશ્કેલ સમયમાં શાંત રહેવું અને ધૈર્ય કાયમ રાખવું તેમની સૌથી મોટી તાકાત છે. તે દબાણની ક્ષણોમાં સારા નિર્ણય એટલા માટે લઈ શકે છે કારણ કે તે પોતાને શાંત રાખે છે, જેનાથી તેમને એવો નિર્ણય લેવામાં મદદ મળે છે. તેમની પાસેથી શીખવાનું ઘણું બધું છે. વિરાટે એમ પણ કહ્યું કે જ્યારે હું ટીમમાં સામેલ થયો હતો તો ધોની મારા કેપ્ટન હતા. તેઓ હંમેશા મારા કેપ્ટન રહેશે. મેદાનની બહાર પણ તેઓ મને અને હું તેમને સારી રીતે સમજીએ છીએ.


  આ પણ વાંચો, પહેલી સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સાથે, બીજીમાં ENG-AUS ટકરાશે

  મોહમ્મદ શહજાદ : આઈ વલ મહેન્દ્ર સિંહ ધોની

  અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ શહજાદે પણ મહેન્દ્ર સિંહ ધોની વિશે પોતાના વિચાર વ્યક્ત કર્યા. તેણે કહ્યું કે ધોની ખૂબ કૂલ વ્યક્તિ છે અને હું તેમને ખૂબ પસંદ કરું છું.

  બેન સ્ટોક્સ : આ રમતના મહાન ખેલાડી

  ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે પણ દિલ ખોલીને ધોનીની પ્રશંસા કરી. તેણે કહ્યું કે ધોની આ રમતનો મહાન ખેલાડી છે. તે શાનદાર વિકેટકીપર છે. સ્ટમ્પની પાછળ મને નથી લાગતું કે તેનાથી સારું બીજું કોઈ હોય. તેઓ રમતને અંદરથી જાણે છે અને વર્ષોથી આવું કરી રહ્યો છે.

  જસપ્રીત બુમરાહ : જ્યારે પણ મૂંઝવણમાં હોય તો ધોની પાસે જઉં છું

  ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કહ્યું કે 2016માં જ્યારે ટીમ ઈન્ડિયામાં મારી પસંદગી થઈ તો ધોની મારા કેપ્ટન હતા. તેઓ મારા માટે ખૂબ જ સુખદ વાત હતી કે જ્યારે પણ મને કોઈ પ્રકારની મૂંઝવણ હોય તો ધોની પાસે જતો હતો. તેઓ ઘણા મદદગાર છે.

  આ પણ વાંચો, રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સદી ફટકારવાના મામલે 8 દેશોને પછાડ્યા
  Published by:Mrunal Bhojak
  First published: