સંયોગઃ 33 વર્ષ પહેલા આજના દિવસે જ ભારતે ઓસી.ને સિડનીમાં આપ્યું હતું ફોલોઓન

સંયોગઃ 33 વર્ષ પહેલા આજના દિવસે જ ભારતે ઓસી.ને સિડનીમાં આપ્યું હતું ફોલોઓન

ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 300 રનમાં ઓલઆઉટ ભારતે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન કર્યું

 • Share this:
  સિડનીમાં રમાય રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ રસપ્રદ બની ગઈ છે. ટીમ ઇન્ડિયાએ સિડની ટેસ્ટમાં પોતાની પ્રથમ ઇનિંગ્સ 7 વિકેટે 622 રન બનાવી ડિકલેર કરી દીધી છે. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 300 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારતે હવે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન કર્યું છે. આ સમયે એક રસપ્રદ બનાવ સંયોગ બન્યો છે. ભારતે 33 પહેલા આજના જ દિવસે આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયાને ફોલોઓન કર્યું હતું. 33 વર્ષ પછી વિરાટે ઇતિહાસને દોહરાવ્યો છે.

  2 જાન્યુઆરી 1986ના રોજ ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ત્રીજી ટેસ્ટ મેચમાં કપિલ દેવની ભારતીય ટીમે એલન બોર્ડરની ઓસ્ટ્રેલિયન ટીમ સામે પ્રથમ ઇનિંગ્સમાં 4 વિકેટે 600 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. આ મેચમાં સુનીલ ગાવસ્કરે 172, શ્રીકાંતે 116 અને મોહિન્દર અમરનાથે 138 રનની ઇનિંગ્સ રમી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ્સમાં 396 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તે દિવસ 6 જાન્યુઆરી હતો. ભારતે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન આપ્યું હતું. જોકે ફોલોઓન રમતા ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં 6 વિકેટે 119 રન બનાવી મેચ ડ્રો કરાવી લીધી હતી.

  આ પણ વાંચો - પ્રેસ કોન્ફરન્સમાં વાગી પત્રકારના ફોનની રિંગ, ઓસી.ના સુકાનીએ કેવી રીતે કરી વાત

  સિડનીમાં ભારતે ત્રીજી વખત પ્રથમ ઇનિંગ્સમાં 600 કે તેથી વધારે રન બનાવીને દાવ ડિકલેર કર્યો છે. તે આમ કરનારી દુમિયાની એકમાત્ર વિદેશી ટીમ છે. રસપ્રદ વાત એ છે કે ભારતે આ મેદાનમાં પ્રથમ ઇનિંગ્સ ડિકલેર કર્યા પથી ક્યારેય મેચ ગુમાવી નથી.
  Published by:Ashish Goyal
  First published: