U-19: બાંગ્લાદેશની હાર,30 જાન્યુ.એ પાકિસ્તાન સાથે કાંટે કી ટક્કર

News18 Gujarati
Updated: January 26, 2018, 11:42 AM IST
U-19: બાંગ્લાદેશની હાર,30 જાન્યુ.એ પાકિસ્તાન સાથે કાંટે કી ટક્કર
વર્લ્ડ ટૂર્નામેન્ટમાં સતત ચોથી વખત ભારતની જીત થઇ. હવે ભારત 30 જાન્યુઆરીએ પાકિસ્તાન વિરુદ્ધ સેમીફાઇનલ જંગ રમશે.

વર્લ્ડ ટૂર્નામેન્ટમાં સતત ચોથી વખત ભારતની જીત થઇ. હવે ભારત 30 જાન્યુઆરીએ પાકિસ્તાન વિરુદ્ધ સેમીફાઇનલ જંગ રમશે.

  • Share this:
નવી દિલ્હી: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ICC અંડર-19 વર્લ્ડ કપની ચોથી ક્વોર્ટર ફાઇનલ રમાઇ. જેમાં ભારતીય અંડર-19 ટીમે પહેલાં બેટિંગ કરતાં 266 રન બનાવ્યાં. અને જવાબમાં બાંગ્લાદેશની ટીમ 134 રનમાં જ ઓલ આઉટ
થઇ ગઇ. આ સાથે ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 131 રનની કારમી હાર આપી.

વર્લ્ડ ટૂર્નામેન્ટમાં સતત ચોથી વખત ભારતની જીત થઇ. હવે ભારત 30 જાન્યુઆરીએ પાકિસ્તાન વિરુદ્ધ સેમીફાઇનલ જંગ રમશે.

આ ત્રણ ખેલાડી રહ્યાં ટીમ ઇન્ડિયાની જીતનાં હીરો
ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં 49.2 ઓવરમાં 265માં રન બનાવ્યાં. આ સથે બેટ્સમેન શુભમ ગિલ (86), અભિષેક શર્મા (50) અને પૃથ્વી શો (40)ની શાનદાર ગેમની મદદથી ટીમે સારો એવો સ્કોર બનાવ્યો હતો. પછી બીજી પારીમાં કમલેશ નાગરકોટીએ 3 વિકેટ, શિવાન માવીએ 2 વિકેટ અને અભિષેક શર્માએ 2 વિકેટ લીધી. બાંગ્લાદેશનાં બેટ્સમેનને ટકવા જ ન દીધા.

ભારતની રેકોર્ડ બ્રેક જીતઅંડર-19 વર્લ્ડ કપનાં ગ્રુપ દરમિયાન ગ્રુપનાં ત્રણ મેચમાં આસાનીથી જીત હાંસેલ કરનારી ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં ગ્રુપ-બીમાં એક પણ મેચ હારી નથી. આ એક ઉપલ્બધી છે. આ પહેલાં મેચમાં ઓસ્ટ્રેલિયાને 100 રનથી હાર આપી. જે બાદ પાપુઆ ન્યુ ગિની અને ઝિમ્બાબવેને હરાવ્યાં. પૃથ્વી શોનીકેપ્ટનશીપવાળી અંડર-19 ટીમ ઇન્ડિયાએ તેનું વિજયી અભિયાન ચાલુ રાખ્યુ છે. તો હવે ભારત-પાકિસ્તાન વચ્ચે સેમીફાઇનલમાં 30 જાન્યુઆરીનાં રોજ થશે કાંટેકી ટક્કર
First published: January 26, 2018
વધુ વાંચો
अगली ख़बर