Home /News /sport /

શ્રીલંકા સામેની ભારતની 11 ખેલાડીઓની ટીમમાં 3 ગુજરાતીઓનો થઈ શકે છે સમાવેશ

શ્રીલંકા સામેની ભારતની 11 ખેલાડીઓની ટીમમાં 3 ગુજરાતીઓનો થઈ શકે છે સમાવેશ

તસવીર - સોશિયલ મીડિયા

શિખર ધવનના નેતૃત્વમાં ભારતની બીજી ટીમ શ્રીલંકા પહોંચી છે. આ પહેલીવાર થશે જ્યારે શિખર ધવન ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે

  સિદ્ધાર્થ ધોળકિયા, અમદાવાદ : આ મહિને ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વનડે અને ત્રણ ટી -20 મેચની શ્રેણી રમાવાની છે. આ શ્રેણી પહેલા, ભારતીય ખેલાડીઓએ ખૂબ કડક કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવું પડ્યું છે અને લગભગ 20 દિવસ સુધી મુંબઇ અને શ્રીલંકામાં ક્વોરન્ટાઇન થયા બાદ ટીમ ઈન્ડિયાએ શુક્રવારથી મર્યાદિત ઓવરની શ્રેણી માટે પ્રેક્ટિસ શરૂ કરવા મળી છે.

  શિખર ધવનના નેતૃત્વમાં ભારતની બીજી ટીમ શ્રીલંકા પહોંચી છે. આ પહેલીવાર થશે જ્યારે શિખર ધવન ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને પ્રથમ વખત ટીમના વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમના મુખ્ય ખેલાડીઓ ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડમાં છે. ભારતીય ખેલાડીઓ આ શ્રેણી માટે સોમવારે જ શ્રીલંકા પહોંચ્યા હતા. પરંતુ શ્રીલંકામાં ખેલાડીઓને ત્રણ દિવસ માટે ક્વોરન્ટાઇન હતા.

  રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીના ચીફ રાહુલ દ્રવિડ આ પ્રવાસ પર ટીમના કોચ છે. ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા વર્લ્ડ કપ પહેલા આ ભારતની છેલ્લી શ્રેણી હશે. ટીમમાં ચેતન સાકરિયા, કે ગૌતમ, નીતીશ રાણા, દેવદત્ત પડ્ડિકલ, વરૂણ ચક્રવર્તી અને રૂતુરાજ ગાયકવાડના રૂપમાં છ ખેલાડીઓ છે, જેમને હજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનો અનુભવ નથી.

  આ પણ વાંચો - સુરત : આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના ઘરે ભાજપના કાર્યકર્તાઓનો હંગામો

  પૃથ્વી શો, ઇશાન કિશન, સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવ માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ તેમાં સારો દેખાવ કરવા અને વર્લ્ડ કપ ટીમમાં તેમનું સ્થાન વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

  આ તમામની વચ્ચે શ્રીલંકા સામેની શ્રેણીમાં ગુજરાતના 3 ખેલાડીઓ પર સૌ કોઈની નજર રહેશે, જેમાં સૌથી પહેલું નામ હાર્દિક પંડ્યાનું છે. ત્યાર બાદ તેમના ભાઈ કૃણાલ પંડયા કે જેઓને પણ પ્લેયિંગ ઈલેવનમાં સ્પિન ઓલરાઉન્ડર તરીકે મોકો મળી શકે છે. આમ તો બન્ને ભાઈઓ અનેક આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાનું સારુ પ્રદર્શન કરી ચૂક્યા છે. પણ તેમની સાથે વધુ એક ગુજરાતી ખેલાડી ટીમમાં જોવા મળી શકે છે.

  ભાવનગરનો ઝડપી બોલર ચેતન સાકરીયાને પણ ટીમમાં સ્થાન મળી શકે છે. આઈપીએલમાં કરેલા પ્રદર્શનના આધારે ચેતનને શ્રીલંકા પ્રવાસે લઈ જવામાં આવ્યો છે. ચેતન સાકરીયા માટે પાછલા 6 મહિનામાં અનેક ઉતાર ચઢાવ આવ્યા છે. પહેલા પોતાના સગા ભાઈનું મોત, ત્યાર બાદ આઈપીએલમાં પસંદગીની સાથે સારું પ્રદર્શન, એ દરમિયાન કોરોનાના કારણે પિતાનું મૃત્યું અને તે બાદ ટીમ ઇન્ડિયામાં સમાવેશ. ત્યારે અનેક લોકો ઈચ્છી રહ્યા છે કે ભારતના 11 ખેલાડીઓમાં ગુજરાતના પણ આ 3 ખેલાડીઓેને સ્થાન મળે.

  શ્રીલંકા પ્રવાસે માટે ભારતીય ટીમ : શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડ્ડિકલ, રૂતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), ચેતન સાકરીયા, યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (વાઇસ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: India tour of Sri Lanka 2021, India vs Sri Lanka, Sri lanka, Team india, Team India squad, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन