100થી વધારે આંતરરાષ્ટ્રીય મેચો રમનાર 29 ફૂટબોલર વિશ્વકપમાં બતાવી રહ્યા છે પોતાનો દમ

ફાઇલ તસવીર

આંતરરાષ્ટ્રીય મેચોમાં સદી લગાવનાર 29 ફૂટબોલર ફિફા વિશ્વકપમાં પોતાનો દમ બતાવી રહ્યા છે. ટીમમાં હોવાથી અનુભવી ખેલાડીઓ ટીમને ફાયદો મળી રહ્યો છે.

 • Share this:
  આંતરરાષ્ટ્રીય મેચોમાં સદી લગાવનાર 29 ફૂટબોલર ફિફા વિશ્વકપમાં પોતાનો દમ બતાવી રહ્યા છે. ટીમમાં હોવાથી અનુભવી ખેલાડીઓ ટીમને ફાયદો મળી રહ્યો છે. 100થી વધારે આંતરરાષ્ટ્રીય મેચો રમી ચૂકેલા સૌથી વધારે ખેલાડીઓ પનામાની ટીમમાં છે. આ ઉપરાંત બીજા 17 દેશો છે જેમાં અનુભવી ફૂટબોલરોને રમી રહ્યા છે.

  સ્પેનના દિગ્ગજ ફૂટબોલર એસ રામોસ આ વિશ્વકપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં સૌથી અનુભવી ફૂટબોલર માનવામાં આવે છે. તેમણે 153 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે. જ્યારે ઇજીપ્તના એસાન અલ હૈદરી 151 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. પોર્ટુગલના કેપ્ટન અને પોતાના દમ પર મેચની દિશા બદલનાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ 151 મેચો રમી ચુક્યા છે. રોનાલ્ડોના અનુભવનો લાભ પોર્ટુગલ અને સ્પેન વચ્ચે થયેલી મેચમાં જોવા મળ્યો છે. આ મેચમાં છેલ્લી ક્ષણોમાં એક ગોલ કરીને બરોબરી કરી હતી. આ ત્રણે ગોલ રોનાલ્ડોએ જ કર્યા હતા. મેક્સિકોના રાફેલ માર્ચેજે 145 મેચોમાં દેશ માટે પોતાનો દમખમ બતાવ્યો છે. આ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને પોતાના અનુભવનો લાભ ટીમને આપ્યો છે.

  પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને ભારતીય મહિલા ટીમના પૂર્વ મુખ્ય પ્રશિક્ષક અનાદિ બરુઆના જણાવ્યા પ્રમાણે અનુભવી ખેલીડોઓથી ટીમમાં કપરી પરિસ્થિતિઓમાં પણ ગણો ફાયદો થાય છે. ખાસ કરીને જ્યારે વિશ્વકપ ફૂટબોલ રમી રહ્યા હોય ત્યારે 100થી વધારે મેચો રમી ચૂકેલા ખેલાડીઓ મેચના પરિણામ બદલવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

  કેટલાક ખેલાડીઓએ વિશ્વકપમાં 100 મેચ પુરી કરી છે તો કેટલાક સદી પુરી કરવાના છે

  રશિયામાં રમાઇ રહેલા ફૂટબોલ મહાકુંભ ફિફા વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં સ્વિત્ઝર્લેન્ડના કેમ્પટ સ્ટેફન લિસસ્ટેનરે આંતરરાષ્ટ્રીય કરિયરમાં 100 મેચો રમી છે. પોલેન્ડના જેકબ બ્લેજિકોવેસ્કીએ પણ 100 મેચો પુરી કરી છે. હવે થનારી મેચોમાં સ્પેનના ગેર્રાડ પિક પોતાની 100 મેચો પુરી કરશે. અત્યાર સુધી તેમણે 99 મેચો રમી છે. આવી જ રીતે ફ્રાન્સના હૃયૃગો લોરિસ પણ 99મી મેચ રમી ચુક્યા છે. પનામાના અરમાંડો કૂપરને પણ 99 મેચો પુરી કરી છે.

  આ દેશોની ટીમમાં છે 100થી વધારે મેચો રમનારા ખેલાડીઓ

  પનામા - 6 ખેલાડી
  સ્પેન - 4 ખેલાડી
  મેક્સિકો- 4 ખેલાડી
  ઉરુગ્વે- 4 ખેલાડી
  જાપાન - 3 ખેલાડી
  રશિયા- 2 ખેલાડી
  પોર્ટુગલ - 2 ખેલાડી
  આર્જેન્ટિના- 2 ખેલાડી
  ઇજીપ્ત- 2 ખેલાડી
  કોસ્ટા રિકા- 2 ખેલાડી
  સ્વિડન- 1 ખેલાડી
  સર્બિયા- 1 ખેલાડી
  પોલેન્ડ- 1 ખેલાડી
  ક્રોએશિયા-1 ખેલાડી
  બેલ્ઝિયમ- 1 ખેલાડી
  ઓસ્ટ્રેલિયા- 1 ખેલાડી
  સાઉદી અરબ -1 ખેલાડી
  Published by:Ankit Patel
  First published: