IPL-11: દરેક ટીમમાં 'દંગલ' કરશે આ 27 ગુજરાતી ખેલાડીઓ

News18 Gujarati
Updated: January 26, 2018, 10:34 AM IST
IPL-11: દરેક ટીમમાં 'દંગલ' કરશે આ 27 ગુજરાતી ખેલાડીઓ

  • Share this:
ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે આઈપીએલની 11મી સિઝન 6 એપ્રિલથી શરૂ થશે, આ દિવસે મુંબઈમાં ઉદ્ગાટનનું આયોજન કરવામાં આવશે. આઈપીએલ 11ની પહેલી મેચ 7 એપ્રિલે મુંબઈમાં રમાશે.તે ઉપરાંત ફાઈનલ મેચ પણ  27 મેના દિવસે મુંબઈમાં જ રમાશે. આઈપીએલની 11મી સિઝન માટે નિલામી 27 અને 28 જાન્યુઆરીએ કરવામાં આવશે.

IPL-11 માટે એક હજારથી વધારે ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે, બીસીસીઆઈએ 578 જેટલા ખેલાડીઓના નામ આઈપીએલ-11ની સિઝન માટે સિલેક્ટ કર્યા છે. બીસીસીઆઈએ તૈયાર કરેલા લિસ્ટમાં 27 ગુજ્જુ ખેલાડીઓને જગ્યા મળી છે. જેમાં દિગ્ગજ રવિન્દ્ર જાડેજાથી લઈને એકપણ ઈન્ટરનેશનલ મેચ ના રમેલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. દિગ્ગજ ખેલાડીઓની પસંદગી સ્વભાવિક છે, જોકે આઈપીએલની સિઝન-10માં ઈરફાન જેટાલ ખેલાડીઓએ પણ કોઈએ ખરીદ્યા નહતા. એવામાં હવે 27 ગુજ્જુ ખેલાડીઓમાંથી કેટલા ખેલાડીઓ આઈપીએલની અલગ-અલગ ટીમમાં પ્રવેશવા સફળ રહે છે, તે આવનાર 27 અને 28 જાન્યુઆરીએ ખબર પડી જશે.

ખેલાડીઓને તેમના પ્રોફાઈલના આધાર પર આઠ સ્લેબમાં રાખવામાં આવ્યા છે. આંતરાષ્ટ્રીય (ભારતીય અને વિદેશી)ઓ માટે સ્લેબ ક્રમશ: બે કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા, એક કરોડ રૂપિયા, 75 લાખ રૂપિયા અને 50 લાખ રૂપિયા છે. અનકેપ ખેલાડીઓનો આધાર કિંમત ક્રમશ: 40 લાખ રૂપિયા, 30 લાખ રૂપિયા અને 20 લાખ રૂપિયા છે.

ગુજરાતના ખેલાડીઓની વાત કરીએ તો આ વખતે પણ બધાની નજર હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યુસુફ પઠાણ જેવા ધાકડ ખેલાડીઓ પર રહેશે.

 

1. હાર્દિક પંડ્યા

જન્મ: 11 ઓક્ટોબર, 1993,  સુરત
મેજર ટીમ: ભારત, બરોડા, ભારત-એ, મુંબઇ ઇન્ડિયન્સ

આઇપીએલમાં પ્રદર્શન
મેચ: 37
રન: 406
બેસ્ટ: 61*
વિકેટ: 10

2. રવિન્દ્ર જાડેજા



જન્મ: 6 ડિસેમ્બર, 1988,નવાગામ ખેડ, સૌરાષ્ટ્ર
મેજર ટીમ: ભારત, ચેન્નાઇ સુપરકિંગ્સ, ગુજરાત લાયન્સ, સૌરાષ્ટ્ર, વેસ્ટ ઝોન

આઇપીએલમાં પ્રદર્શન
મેચ: 138
રન: 1732
વિકેટ: 82
બેસ્ટ: 5/16

3. અક્ષર પટેલ



જન્મ: 20 જાન્યુઆરી, 1994, આણંદ, ગુજરાત
મેજર ટીમ: ભારત, ગુજરાત, કિંગ્સ ઇલેવન પંજાબ, મુંબઇ ઇન્ડિયન્સ

આઇપીએલમાં પ્રદર્શન
મેચ: 59
રન: 606
વિકેટ: 58
બેસ્ટ: 4/21

4. યૂસુફ પઠાણ (બેઝ પ્રાઇસ-75 લાખ)



જન્મ: 17, નવેમ્બર, 1982, બરોડા, ગુજરાત
મેજર ટીમ: ભારત, બરોડા, કોલકાતા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ

આઇપીએલમાં પ્રદર્શન
મેચ: 149
રન: 2904
બેસ્ટ: 100
વિકેટ: 42

5. પાર્થિવ પટેલ (બેઝ પ્રાઇઝ-1 કરોડ) 



જન્મ: 9 માર્ચ, 1985, અમદાવાદ, ગુજરાત
મેજર ટીમ: ભારત, ગુજરાત, ચેન્નાઇ સુપરકિંગ્સ, ડેક્કન ચાર્જસ, મુંબઇ ઇન્ડિયન્સ

આઇપીએલમાં પ્રદર્શન
મેચ: 119
રન: 2322
બેસ્ટ: 81

6. કૃણાલ પંડ્યા (બેઝ પ્રાઇસ-40 લાખ)



જન્મ: 24, માર્ચ, 1991, અમદાવાદ, ગુજરાત
મેજર ટીમ: બરોડા, મુંબઇ ઇન્ડિયન્સ

આઇપીએલમાં પ્રદર્શન
મેચ: 25
રન: 480
બેસ્ટ: 86
વિકેટ: 16

7. હર્શલ પટેલ (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 23, નવેમ્બર, 1990, સાણંદ, ગુજરાત
મેજર ટીમ: ગુજરાત, હરિયાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ

આઇપીએલમાં પ્રદર્શન
મેચ: 36
વિકેટ: 34
બેસ્ટ: 3/43

8. શેલ્ડન જેક્સન (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 27, સપ્ટેમ્બર, 1986,ભાવનગર, સૌરાષ્ટ્ર
મેજર ટીમ: કોલકાતા નાઇટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ, સૌરાષ્ટ્ર

આઇપીએલમાં પ્રદર્શન
મેચ: 4
રન: 38
બેસ્ટ: 16

9. જયદેવ ઉનડકટ (બેઝ પ્રાઇસ-1.50 કરોડ)



જન્મ: 18, ઓક્ટોબર, 1991 પોરબંદર
મેજર ટીમ: ભારત, દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ

આઇપીએલમાં પ્રદર્શન
મેચ: 47
વિકેટ: 56
બેસ્ટ: 5/25

10. ચિંતન ગજા (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 23, નવેમ્બર, 1994, અમદાવાદ
મેજર ટીમ: ગુજરાત આઇપીએલ હજુ સુધી નથી રમ્યો

11. ભાર્ગવ ભટ્ટ (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 13, મે, 1990, વડોદરા
મેજર ટીમ: બરોડા, કિંગ્સ ઇલેવન પંજાબ

આઇપીએલમાં પ્રદર્શન
મેચ: 17
વિકેટ: 12
બેસ્ટ: 4/22

12. ચેતેશ્વર પૂજારા(બેઝ પ્રાઇસ-75 લાખ)



જન્મ: 25, જાન્યુઆરી, 1988, રાજકોટ, ગુજરાત
મેજર ટીમ: ભારત, કિંગ્સ ઇલેવન પંજાબ, કોલકાતા નાઇટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ, સૌરાષ્ટ્ર

આઇપીએલમાં પ્રદર્શન
મેચ: 30
રન: 390
બેસ્ટ: 51

13. ઇરફાન પઠાણ (બેઝ પ્રાઇસ-50 લાખ)



જન્મ: 27, ઓક્ટોબર, 1984, બરોડા, ગુજરાત
મેજર ટીમ: ભારત, બરોડા, ચેન્નાઇ સુપરકિંગ્સ, દિલ્હી ડેરડેવિલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ, ગુજરાત લાયન્સ

આઇપીએલમાં પ્રદર્શન
મેચ: 103
રન: 1139
વિકેટ: 80
બેસ્ટ: 3/24

14. પ્રિયાંક પંચાલ (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 9, એપ્રિલ, 1990,અમદાવાદ

મેજર ટીમ: ગુજરાત
આઇપીએલમાં પ્રથમ વખત ભાગ લઇ રહ્યો છે

15. હાર્વિક દેસાઇ (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 4, ઓક્ટોબર, 1999,ભાવનગર, સૌરાષ્ટ્ર
મેજર ટીમ: ભારત અંડર-19
આઇપીએલમાં પ્રથમ વખત ભાગ લઇ રહ્યો છે

16. ધ્રુવ રાવલ (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 20, સપ્ટેમ્બર, 1988 ,અમદાવાદ
મેજર ટીમ: ગુજરાત
આઇપીએલમાં પ્રથમ વખત ભાગ લઇ રહ્યો છે

17. સિદ્ધાર્થ દેસાઇ (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 16, ઓગસ્ટ, 2000 ,અમદાવાદ
મેજર ટીમ: ગુજરાત,
આઇપીએલમાં પ્રથમ વખત ભાગ લઇ રહ્યો છે

18. ચિરાગ ગાંધી (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 18, જૂન, 1990, સુરત
મેજર ટીમ: ગુજરાત
આઇપીએલમાં પ્રથમ વખત ભાગ લઇ રહ્યો છે

19. સમિત ગોહિલ (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 13, સપ્ટેમ્બર, 1990, આણંદ
મેજર ટીમ: ગુજરાત
આઇપીએલમાં પ્રથમ વખત ભાગ લઇ રહ્યો છે

20. મનપ્રિત જૂનેજા (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 12, સપ્ટેમ્બર, 1990, અમદાવાદ
મેજર ટીમ: દિલ્હી ડેરડેવિલ્સ, ગુજરાત, સનરાઇઝર્સ હૈદરાબાદ

આઇપીએલમાં પ્રદર્શન
મેચ: 7
રન: 125
બેસ્ટ: 49

21. કુશાંગ પટેલ (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 13, સપ્ટેમ્બર, 1991, સુરત
મેજર ટીમ: ગુજરાત
આઇપીએલમાં પ્રથમ વખત લઇ રહ્યો છે ભાગ

22. મુનાફ પટેલ (બેઝ પ્રાઇસ-50 લાખ)



જન્મ: 12, જુલાઇ, 1983, ઇખર, ગુજરાત
મેજર ટીમ:ભારત, ગુજરાત, ગુજરાત લાયન્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ

આઇપીએલમાં પ્રદર્શન
મેચ: 63
વિકેટ: 74
બેસ્ટ: 5/21

23. ઇશ્વર ચૌધરી (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 10, જુલાઇ, 1988, સાગથળા, ગુજરાત
મેજર ટીમ:ભારત, ગુજરાત, કોલકાતા નાઇટ રાઇડર્સ
આઇપીએલ મેચમાં રમવાની તક નથી મળી

24. બાબાશફી પઠાણ (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 19, ઓગસ્ટ 1994, વડોદરા, ગુજરાત
મેજર ટીમ: બરોડા
આઇપીએલમાં પ્રથમ વખત લઇ રહ્યો છે ભાગ

25. નીનદ રાઠવા (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 10, માર્ચ, 1999, મુલધર, વડોદરા, ગુજરાત
મેજર ટીમ: બરોડા
આઇપીએલ મેચમાં રમવાની તક નથી મળી

26. જયદેવ શાહ (બેઝ પ્રાઇસ-20 લાખ)



જન્મ: 4, મે, 1983, માર્ચ, 1999, રાજકોટ
મેજર ટીમ: ડેક્કન ચાર્જસ, ગુજરાત લાયન્સ, મુંબઇ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, સૌરાષ્ટ્ર
આઇપીએલ મેચમાં રમવાની તક નથી મળી

27. રાહિલ શાહ



જન્મ: 20, ઓક્ટોબર, 1985, સુરત
મેજર ટીમ: તમિલનાડુ
First published: January 25, 2018
વધુ વાંચો
अगली ख़बर