Home /News /sport /

કોમનવેલ્થ ગેમ્સ 2018: મેડલની જંગમાં ઉતરશે ભારતના 227 ખેલાડી

કોમનવેલ્થ ગેમ્સ 2018: મેડલની જંગમાં ઉતરશે ભારતના 227 ખેલાડી

  ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોરસ્ટમાં ચારથી 15 એપ્રિલ વચ્ચે થનાર કોમનવેલ્થમાં ભારતના 227 ખેલાડી ભાગ લેશે જેમાં 27 શૂટર પણ સામેલ છે. આઈઓએ અધ્યક્ષ નરિંદર બત્રાએ કોમનવેલ્થ ગેમ્સ માટે સત્તાવાર રીતે કોસ્ચ્યુમ લોન્ચ સમયે આશા વ્યક્ત કરી હતી કે, ભારત ગ્લાસ્ગોમાં 2014માં થયેલ રમતની તુલનામાં આ વખતે શાનદાર પ્રદર્શન કરશે. બત્રાએ જણાવ્યું કે, "અમે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચારથી 15 એપ્રિલ વચ્ચે થનાર કોમનવેલ્થ ગેમ્સમાં 227 ખેલાડીઓના દળને મોકલવાના છીએ જે અત્યાર સુધીનો ઈન્ડિયાનો બીજો સૌથી મોટો દળ હશે."

  ગ્લાસગોમાં ભારતના 2015 ખેલાડીઓએ લીધો હતો ભાગ

  ભારતે નવી દિલ્હીમાં 2010માં રમાયેલ કોમનવેલ્થ રમતોમાં 619 ખેલાડીઓ ઉતાર્યા હતા અને ત્યારે 38 ગોલ્ડ સહિત 101 મેડલ જીત્યા હતા. તેના ચાર વર્ષ બાદ ગ્લાસગોમાં ભારતે 215 ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમને 15 ગોલ્ડ સહિત 64 મેડલ દેશને અપાવ્યા હતા. બત્રાએ કહ્યું કે, અમારી કેટલીક ટીમો ગોલ્ડ કોસ્ટમાં અભ્યાસ કરી રહી છે જેમાં વેઈટ લિફટીંગ, એથલેટિક્સ, બાસ્કેટબૉલના ખેલાડીઓનો સમાવેશ થાય છે. કેટલીક ટીમો ટૂંક સમયમાં જ ત્યાં જવા માટે રવાના થઈ જશે જ્યારે બાકીની બીજી ટીમો પણ માર્ચના અંત સુધીમાં પહોંચી જશે. ગોલ્ડ કોસ્ટમાં 'ગેમ્સ વિલેજ' 27 માર્ચમાં ખોલવામાં આવશે. તેમને કહ્યું કે, આપણે ગ્લાસગોમાં 64 મેડલ જીત્યા હતા પરંતુ આ વખતે તેના સારા પ્રદર્શનની આશા છે. અમે ખેલાડીઓને તેમના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ આપીએ છીએ.

  2022 કોમનવેલ્થ ગેમ્સ યથાવત રાખવામાં આવશે શૂટિંગ

  કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સીજીએફ)એ આ વખતે દરેક દેશ માટે દરેક રમત માટે ક્વોટા ફિક્સ નક્કી કર્યું છે. ભારત એથલેટિક્સમાં સર્વાધિક 37 સભ્ય દળ મોકલશે, જોકે આ પહેલા 32 સભ્યોનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત હોકીમાં 35 અને શૂટિંગમાં 27 ખેલાડી દેશનું પ્રતિનિધિત્વ કરશે. શૂટિંગમાં ભારતનું ક્વોટા 30થી ઘટાડીને 27 કરી દેવામાં આવ્યું છે અને 2022માં આ ખેલ યથાવત રહે તેના પર પણ અનિશ્ચિત્તા જોવાઈ રહી છે. જોકે, ડ્રેસ લોન્ચ વખતે હાજર રમત મંત્રી અને ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા શૂટર રાજ્યવર્ધન સિંહ રાઠોડે આશા વ્યક્ત કરી છે કે, કોમનવેલ્થ ગેમ્સમાંથી આ રમત બહાર થશે નહી. આ સંદર્ભે સીજીએફને પત્ર મોકલવામાં આવ્યો છે. અમે અમારી રીતે બધા જ પ્રયત્ન કરી રહ્યાં છીએ કે, આ રમત કોમનવેલ્થમાં બરકરાર રહે.  આ વિશે હજું સુધી અંતિમ નિર્ણય આવ્યો નથી.  મહિલાઓને પણ પુરૂષો જેવો જ ડ્રેસકોડ

  આઈઓએ મહાસચિવ રાજીવ મહેતાએ પણ કહ્યું કે, શૂટિંગને હજુ 2022 રમતમાંથી બહાર કરવામાં આવી નથી. તેમને કહ્યું, "IOAએ શૂટિંગને કોમનવેલ્થ ગેમ્સમાં બનાવી રાખવા માટે પોતાની તરફથી દરેક સંભવ પ્રયત્ન કરશે. હજુ ઓક્ટોબરમાં બેઠક થવાની છે, જેમાં આના  પર ચર્ચા કરવામાં આવશે. આ અવસરે ખેલાડીઓના ડ્રેસ પણ લોન્ચ કરવામાં આવશે. પ્રથમ વખત મહિલા ખેલાડીઓ પણ પુરૂષ ખેલાડીઓની જેમ જ ડાર્ક વાદળી રંગના સૂટમાં નજરે પડશે. "

  કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે નહી દીપા કરમાકર

  આ અવસરે રમત મંત્રીએ સ્ટાર શૂટર જીતુ રાય, બેડમિન્ટન ખેલાડી એચ એસ પ્રણય, પુરૂષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ, મહિલા હોકી ટીમની કેપ્ટન રાણી રામપાલ, હોકી ખેલાડી રૂપિન્દ્ર પાલ સિંહ, સવિતા પૂનિતા, શૂટર અનુરાજ સિંહ, અનીશ જિમ્નાસ્ટર દીપા કરમાકર, મોહમ્મદ બાબી, ગૌરવ કુમાર અને પ્રવિણા દાસને ડ્રેસ સુપ્રત કરવામાં આવ્યા હતા. જોકે, દીપા ઈજાગ્રસ્ત હોવાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે નહી. રિયો ઓલિમ્પિકમાં પ્રત્યેક ખેલાડીનો એક કરોડ રૂપિયાનો વિમો કરનાર એડિલવાઈજ ટોકિયો લાઈફ ઈન્સ્યોરન્સે કોમનવેલ્થ રમતોમાં પ્રત્યેક ખેલાડીનું 50 લાખ રૂપિયાનો જીવન વીમો કરાવવાની જાહેરાત કરી છે. એડિલાઈઝ આ વર્ષે થનાર કોમનવેલ્થ અને એશિયન રમત ઉપરાંત 2020 ટોક્યો ઓલિમ્પિક માટે પણ ભારતીય દળનો સ્પોન્સર હશે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: 2018 commonwealth games, Australia

  આગામી સમાચાર