શ્રીલંકાના પૂર્વ રમત મંત્રીનું મોટું નિવેદન, કહ્યું - ફિક્સ હતી 2011 વર્લ્ડ કપની ફાઇનલ મેચ

News18 Gujarati
Updated: June 18, 2020, 3:21 PM IST
શ્રીલંકાના પૂર્વ રમત મંત્રીનું મોટું નિવેદન, કહ્યું - ફિક્સ હતી 2011 વર્લ્ડ કપની ફાઇનલ મેચ
શ્રીલંકાના પૂર્વ રમત મંત્રીનું મોટું નિવેદન, કહ્યું - ફિક્સ હતી 2011 વર્લ્ડ કપની ફાઇનલ મેચ

2011માં અલુઠગમગે શ્રીલંકાના ખેલ મંત્રી હતા, તેમણે કોઈ સાબિતી વગર આ આરોપ લગાવ્યો છે

  • Share this:
નવી દિલ્હી : શ્રીલંકા (Sri Lanka)ના પૂર્વ સ્પોર્ટ્સ મંત્રી મહિંદનંદા અલૂઠગમગેએ (Mahindananda Aluthgamage)
મોટું નિવેદન આપતા આરોપ લગાવ્યો છે કે 2011માં ભારત (India)અને શ્રીલંકા (Sri Lanka)વચ્ચે મુંબઈમાં (Mumbai)રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મેચ ફિક્સ હતી. ભારતે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જીત મેળવી 28 વર્ષ પછી વર્લ્ડ કપ (ICC World Cup)પોતાના નામે કર્યો હતો.

વર્ષ 2011માં અલુઠગમગે શ્રીલંકાના ખેલ મંત્રી હતા. તેમણે કોઈ સાબિતી વગર આ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે તે પોતાના આ નિવેદનની પુરી જવાબદારી લે છે. આ વિશે તે વધારે ખુલાસો કરવા માંગતા નથી કારણ કે પોતાના દેશની ઇજ્જતની ચિંતા છે.

આ પણ વાંચો - સુશાંતની આત્મહત્યાથી તૂટી ગયો છે ધોની, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ના ડાયરેક્ટર નીરજ પાંડેએ ફોન પર કરી વાત

ન્યૂઝ ફર્સ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં મહિંદનંદાએ કહ્યું હતું કે હું પોતાના નિવેદન પર અડગ છું કે વર્ષ 2011માં યોજાયેલ વર્લ્ડ કપની ફાઇનલ ફિક્સ હતી. હું પોતાના નિવેદનની પુરી રીતે જવાબદારી લઉ છું અને ચર્ચા માટે તૈયાર છું. હું તેમાં ખેલાડીઓને સામેલ કરીશ નહીં પણ કેટલાક સમૂહ જરૂર આ મેચને ફિક્સ કરવામાં સામેલ હતા.
2011ની વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકાએ મહેલા જયવર્દનેના 103 રનની મદદથી 50 ઓવરમાં 6 વિકેટે 274 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ગૌતમ ગંભીરના 97 અને એમએસ ધોનીના અણનમ 91 રનની મદદથી 48.2 ઓવરમાં 4 વિકેટે 277 રન બનાવીને જીત મેળવી હતી. ધોનીની વિનિંગ સિક્સર આજે પણ પ્રશંસકો ભૂલ્યા નથી.
First published: June 18, 2020, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading