શિખર ધવનના માથા પર પર માર્યો બોલ, પાંચ સિક્સર ફટકારી આપ્યો જોરદાર જવાબ!

 • Share this:
  ભારતીય ટીમના આક્રમક બેટ્સમેન શિખર ધવનનું શાનદાર ફોર્મ યથાવત્ છે. અફઘાનિસ્તાન સામે લંચ પહેલા ટેસ્ટમાં સદી ફટકારનાર ધવને આયરલેન્ડ સામે પ્રથમ ટી-20માં પણ કમાલની બેટિંગ કરી હતી. ધવને આયરલેન્ડ સામે 45 બોલમાં 74 રન બનાવ્યા હતા. ધવને ફક્ત 27 બોલમાં પોતાની 7મી ટી-20 અડધી સદી ફટકારી દીધી હતી. અડધી સદી દરમિયાન એક એવી ઘટના બની હતી કે ધવનને આક્રમક ઇનિંગ્સ રમવા મજબૂર કર્યો હતો.

  ધવનના હેલ્મેટ પર વાગ્યો બોલ
  આયરલેન્ડ સામે મેચની છઠ્ઠી ઓવરમાં એક બોલ શિખર ધવનના હેલ્મેટ પર લાગ્યો હતો. ફાસ્ટ બોલર પીટર ચેસે ધવનને બાઉન્સર ફેંક્યો હતો જે સીધો ધવનના હેલ્મેટ પર વાગ્યો હતો. આ પછી ધવને ચેસની ઓવરમાં લાંબી સિક્સર ફટકારી હતી. ધવને પોતાનો ગુસ્સો બીજા આઇરિશ બોલરો ઉપર પણ કાઢ્યો હતો. ધવને પોતાની ઇનિંગ્સમાં 5 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. એટલે કે ધવને 50 રન ફક્ત બાઉન્ડ્રી દ્વારા ફટકાર્ચા હતા. ધવન 16મી ઓવરમાં ઓબ્રાયનની ઓવરમાં આઉટ થયો હતો.

  ધવન-રોહિતનો રેકોર્ડ

  શિખર ધવને ટી-20માં પોતાના 6000 રન પૂરા કર્યા હતા. આ દરમિયાન તેની અને રોહિત શર્મા વચ્ચે ઓવરઓલ 1000 રનની ભાગીદારી નોંધાઈ છે. ધવન અને રોહિત બીજા ઓપનર છે જેમની વચ્ચે 1000થી વધારે રનની ભાગીદારી થઈ છે. વોર્નર અને વોટ્સન વચ્ચે ઓપનર તરીકે 1154 રનની ભાગીદારી નોંધાઈ છે.
  Published by:Ashish Goyal
  First published: