ભારતની જીતમાં આ ત્રણ ખેલાડી ઝળક્યા, રોહિત-ધવને બનાવ્યો રેકોર્ડ

 • Share this:
  ટીમ ઇન્ડિયાએ બ્રિટનના પ્રવાસની શરૂઆત શાનદાર અંદાજમાં કરી છે. વિરાટ કોહલીની સેનાએ આયરલેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચ એકતરફી અંદાજમાં જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં આયરલેન્ડની ટીમ 20 ઓવરમાં 132 રન જ બનાવી શકી હતી. ટીમ ઇન્ડિયાની જીતના હીરો રોહિત શર્મા, શિખર ધન અને કુલદીપ યાદવ રહ્યા હતા. રોહિત શર્માએ 97 અને ધવને 74 રન બનાવ્યા હતા. જ્યારે કુલદીપે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 21 રન આપી 4 વિકેટ ઝડપી હતી.

  રોહિત ધવનનો ધમાકો
  આયરલેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ પાઠવ્યું હતું. રોહિત શર્મા અને ધવને આક્રમક શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 160 રન જોડ્યા હતા. રોહિત અને ધવન દુનિયાની પ્રથમ જોડી બની છે જેમણે બે વખત આંતરરાષ્ટ્રીય ટી-20માં 150થી વધારે રનની ભાગીદારી કરી છે. રોહિત શર્મા ત્રણ રન માટે ટી-20માં ત્રીજી સદી ચૂક્યો હતો.

  આયરલેન્ડના પીટર ચેસે 7 બોલની અંદર વિરાટ કોહલી, ધોની, રૈના અને રોહિત શર્માને આઉટ કરી બધાને પ્રભાવિત કર્યા હતા. આમ છતા પણ ભારત 208 ન બનાવવા સફળ રહ્યું હતું.

  ફિરકીમાં ફસાયું આયરલેન્ડ
  ટીમ ઇન્ડિયાની બોલિંગ શરૂઆત શાનદાર રહી હતી. પોલ સ્ટર્લિંગ બીજી જ ઓવરમાં બુમરાહની ઓવરમાં આઉટ થયો હતો. આ પછી ટીમ ઇન્ડિયાએ ખરાબ ફિલ્ડિંગ કરી હતી. હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને ચહલે આસાન કેચ છોડ્યા હતા. આ પછી કુલદીપ યાદવ ત્રાટક્યો હતો. તેણે 4 વિકેટ ઝડપી હતી. ચહલ અને બુમરાહે 2-2 વિકેટ ઝડપી હતી.
  Published by:Ashish Goyal
  First published: