Home /News /sport /T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખતરનાક બની 19મી ઓવર, જાણો કેમ

T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખતરનાક બની 19મી ઓવર, જાણો કેમ

ટીમ ઈન્ડિયા માટે ખતરનાક બની 19મી ઓવર

Ind vs SA 2nd T20I : ભારતીય ક્રિકેટ ટીમના 19મી ઓવરમાં રન આપવાની સમસ્યા ખતમ નથી થઇ રહી. કોઇ પણ રન ચેજમાં 19મી ઓવર મહત્વની માનવામાં આવી રહી છે. આ ઓવર નક્કી કરે છે કે મેચ કઇ ટીમના પક્ષમાં જવાની છે. એશિયા કપ 2022થી શરૂ થયેલી આ સમસ્યાનું હલ ભારતને દક્ષિણ આફ્રિકા સામે રમાઇ રહેલી સીરિઝમાં પણ મળ્યો નહતો.

વધુ જુઓ ...
    Ind vs SA 2nd T20I :  ભારતીય ક્રિકેટ ટીમના 19મી ઓવરમાં રન આપવાની સમસ્યા ખતમ નથી થઇ રહી. કોઇ પણ રન ચેજમાં 19મી ઓવર મહત્વની માનવામાં આવી રહી છે. આ ઓવર નક્કી કરે છે કે મેચ કઇ ટીમના પક્ષમાં જવાની છે. એશિયા કપ 2022થી શરૂ થયેલી આ સમસ્યાનું હલ ભારતને દક્ષિણ આફ્રિકા સામે રમાઇ રહેલી સીરિઝમાં પણ મળ્યો નહતો.

    ગુવાહાટીમાં રમાયેલી બીજી ટી-20 દરમિયાન આ વખતે અર્શદીપ સિંહે 19મી ઓવર ફેકી હતી અને બે સિક્સર અને આટલા જ ફોરની મદદ સાથે કુલ 26 રન આપ્યા હતા. આ દરમિયાન તેને એક નો બોલ પણ ફેક્યો હતો.

    અર્શદીપે આ ઓવરના પ્રથમ બોલ પર ડેવિડ મિલ્લરને નો બોલ ફેક્યો હતો. આ બોલ પર મિલ્લરે એક રન લીધો હતો. બીજી ફ્રી હિટ બોલનો ફાયદો ડી કોક ઉઠાવી શક્યો નહતો અને તેને એક રન લઇને સ્ટ્રાઇક પરત મિલ્લરને આપી હતી. ત્રીજા બોલ પર ડીપ મિડ વિકેટની દિશામાં સિક્સર ફટકારતા ચોથા બોલ પર બેકવર્ડ પોઇન્ટની દિશામાં તેને ચાર રન બનાવ્યા હતા.

    આ પણ વાંચો: Ind vs SA 2nd T20I : આવું પહેલીવાર બન્યું... ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, T20 વર્લ્ડ કપ પહેલા જીતનો 'બૂસ્ટર ડોઝ’

    મિલરની તોફાની બેટિંગ

    મિલ્લરે પાંચમા બોલ પર ફોર ફટકારવાની સાથે અંતિમ બોલ પર સિક્સર ફટકારીને આ ઓવરને મોટી બનાવી હતી. અર્શદીપે આ ઓવરથી 26 રન ખર્ચ કરવાની સાથે 4 ઓવરના કોટામાં 62 રન આપ્યા હતા. આ કોઇ પણ ભારતીય ફાસ્ટ બોલર દ્વારા ટી-20 ક્રિકેટમાં આપેલા સૌથી વધુ રન છે.

    20મી ઓવરમાં પણ 20 રન આપ્યા

    મિલ્લર અને ક્વિન્ટન ડી કોકે 20મી ઓવરમાં પણ રન ફટકાર્યા હતા. અક્ષર પટેલ આ ઓવર ફેકી રહ્યો હતો. મિલ્લરે તેના બીજા અને ત્રીજા બોલ પર બેક ટૂ બેક બે સિક્સર ફટકારીને પોતાની સદી પુરી કરી હતી. આ તેની ટી-20 કરિયરની બીજી સદી હતી. તે બાદ ક્વિન્ટન ડી કોકે અક્ષર પટેલના અંતિમ બોલ પર સિક્સર ફટકારતા મેચનો અંત કર્યો હતો. 238 રનના પડકારનો પીછો કરતા સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 3 વિકેટે 221 રન બનાવી શકી હતી. ડેવિડ મિલ્લરે અણનમ 106 અને ડી કોકે 69 રનની ઇનિંગ રમી હતી.


    બંને ટીમોની પ્લેઈંગ-11:
    ભારત: કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, દીપક ચહર, અર્શદીપ સિંહ

    દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા, રિલે રોસો, એડન માર્કરામ, ડેવિડ મિલર, ટી. સ્ટબ્સ, વેઈન પાર્નેલ, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્કિયા, લુંગી એનગિડી

    ઉલ્લેખનીય છે કે, ગુવાહાટીમાં બહુ ઓછા આંતરરાષ્ટ્રીય મેચ રમાતા જોવા મળે છે. આ મેચને જોવા માટે હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ પહોંચ્યા હતા. 3 મેચના T20 શ્રેણીમાં ભારત પહેલાથી જ 1-0 થી આગળ હતી. ત્યારે ભારતે આ મેચ જીતીને શ્રેણી પોતાને નામે કરી છે. ત્યારે આ પહેલી વાર થયું છે કે, ઘરેલું ધરતી પર ભારત સાઉથ આફ્રિકાને T20 શ્રેણીમાં મ્હાત આપી.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन