Home /News /sport /US Open: 23 ગ્રાન્ડ સ્લેમ જીતનારી સેરેનાને હરાવી 19 વર્ષીય બિયાંકાએ ઈતિહાસ રચ્યો

US Open: 23 ગ્રાન્ડ સ્લેમ જીતનારી સેરેનાને હરાવી 19 વર્ષીય બિયાંકાએ ઈતિહાસ રચ્યો

કેનેડાની બિયાંકા એન્ડ્રેસ્ક્યૂએ યૂએસ ઓપનનું ટાઇટલ જીત્યું.

ફાઇનલ જીત્યા બાદ બિયાંકા એન્ડ્રેસ્ક્યૂ કોર્ટ પર સૂઈ ગઈ અને તેણે પોતાની ખુશી કંઈક અલગ અંદાજમાં વ્યક્ત કરી

કેનેડા (Canada)ની બિયાંકા એન્ડ્રેસ્ક્યૂ (Bianca Andreescu)એ યૂએસ ઓપન (US Open)ની ફાઇનલમાં 23મી વાર ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ્સ (Serena Williams)ને હરાવીને ઈતિહાસ રચી દીધી છે. બિયાંકાએ સેરેના વિલિયમ્સને સીધા સેટોમાં 6-3, 7-5થી હરાવી દીધી. 19 વર્ષની એન્ડ્રેસ્ક્યૂ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચનારી કેનેડાની પહેલી મહિલા ખેલાડી છે. બિયાંકાથી પહેલા વર્ષ 2014માં યૂજીની બૂચાર્ડે પણ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

કેનેડાની બિયાંકા એન્ડ્રેસ્ક્યૂ અને સેરેના વિલિયમ્સની વચ્ચે રમાયેલી યૂએસ ઓપન ફાઇનલ એક તરફી રહી. 19 વર્ષની બિયાંકા પોતાની આક્રમક રમતના કારણે સેરેના પર સતત દબાણ ઊભું કરવામાં સફળ રહી. ફાઇનલ જીત્યા બાદ કોર્ટ પર તે સૂઈ ગઈ અને તેણે પોતાની ખુશી કંઈક અલગ અંદાજમાં વ્યક્ત કરી.

આ પણ વાંચો, Ashes : 4 વર્ષ સુધી લોકોનો કચરો ઉપાડી પૈસા કમાયો, ઇંગ્લેન્ડમાં લાઇવ ટેસ્ટ જોવાનું સપનું પુરૂં કર્યુ

ઉલ્લેખનીય છે કે, દુનિયાની 15મા નંબરની ખેલાડી બિયાંકાએ સેમીફાઇનલમાં પોતાના ઉપરની રેન્કિંગની ખેલાડી બેલિંડા બેનકિચને 7-6, (7-3), 7-5થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બીજી તરફ, સેમીફાઇનલમાં સેરેનાએ દુનિયાની પાંચમાં નંબરની ખેલાડી યૂક્રેનની એલિના સ્વિતોલિનાને 70 મિનિટ ચાલેલા મુકાબલામાં સીધી સેટોમાં 6-3, 6-1થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. બંને ખેલાડીઓ ફાઇનલમાં પહોંચ્યા બાદ કોઈએ એવો અંદાજ નહોતો લગાવ્યો કે 19 વર્ષની યુવા ખેલાડી આ સિદ્ધિ મેળવી શકશે. બિયાંકા યૂએસ ઓપનનો ટાઇટલ જીતનારી પહેલી કેનેડિયન મહિલા ખેલાડી છે.


ઈતિહાસ રચવાની ચૂકી ગઈ સેરેના વિલિયમ્સ

સેરેના વિલિયમ્સે યૂએસ ઓપનની ફાઇનલમાં રેકોર્ડ 10મી વાર સ્થાન મેળવ્યું હતું. બીજી તરફ, તેની પાસે ઈતિહાસ રચવાની પણ તક હતી. આ દિગ્ગજ ખેલાડીના નામે અત્યાર સુધી 23 ગ્રાન્ડ સ્લેમ છે અને તે માર્ગરેટ કોર્ટના રેકોર્ડની બરાબરી કરવાથી માત્ર એક જીત દૂર હતી. ટેનિસની દુનિયામાં હજુ સુધી સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાનો રેકોર્ડ માર્ગરેટના નામે છે. તેણે 24 ગ્રાનડ સ્લેમ પોતાના નામે કર્યા છે.

આ પણ વાંચો, ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં બની અનોખી ઘટના, બેલ્સ વગર રમાઇ મેચ
First published:

Tags: Serena Williams, સ્પોર્ટસ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો