મેદાનમાં આવી ગયો છે નવો મલિંગા, ડેબ્યૂ મેચમાં 7 રનમાં 6 વિકેટ ઝડપી

News18 Gujarati
Updated: September 27, 2019, 4:37 PM IST
મેદાનમાં આવી ગયો છે નવો મલિંગા, ડેબ્યૂ મેચમાં 7 રનમાં 6 વિકેટ ઝડપી
મેદાનમાં આવી ગયો છે નવો મલિંગા, ડેબ્યૂ મેચમાં 7 રનમાં 6 વિકેટ ઝડપી

સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવા બૉલર મલિંગાના અંદાજમાં બોલિંગ કરતો જોવા મળે છે

  • Share this:
શ્રીલંકા (Sri Lanka)નો દિગ્ગજ ફાસ્ટ બૉલર લસિથ મલિંગા (Lasith Malinga) પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના અંતિમ ચરણમાં છે. ગત મહિને તેણે વન-ડેમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. ટેસ્ટ ક્રિકેટ પહેલા જ છોડી દીધી છે. આવા સમયે તે હવે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપની તૈયારીમાં લાગી ગયો છે. મલિંગાની ગેરહાજરી પછી ટીમને તેની વધારે ખોટ પડશે. જોકે શ્રીલંકાની ટીમ માટે વધારે ચિંતાની વાત નથી કારણ કે શ્રીલંકામાં એક નવો મલિંગા મળી ગયો છે.

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે વીડિયો
સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવા બૉલર મલિંગાના અંદાજમાં બોલિંગ કરતો જોવા મળે છે. બૅટ્સમેન પાસે તેનો કોઈ જવાબ નથી. આ બૉલરનું નામ મતીશા પતિરાના (Matheesha Pathirana)બતાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો - MSK પ્રસાદ પછી આ દિગ્ગજ બની શકે છે ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય પસંદગીકાર - રિપોર્ટ

ડેબ્યૂ મેચમાં 6 વિકેટ ઝડપી
બતાવવામાં આવી રહ્યું છે કે શ્રીલંકાના કેન્ડીમાં ત્રિનિટી કોલેજ (Trinity College[ Kandy)તરફથી તે ક્રિકેટ રમે છે તેની એક્શન લસિથ મલિંગા સાથે ઘણી મળતી આવે છે. 17 વર્ષના મતીશાએ ત્રિનિટી કોલેજ તરફથી રમતા પોતાની પ્રથમ મેચમાં 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. તેણે પોતાના સટીક યોર્કરથી બૅટ્સમેનોને બોલ્ડ અને એલબીડબલ્યૂ આઉટ કર્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે બૅટ્સમેનો પાસે મતીશાનો કોઈ તોડ ન હતો.


પતિરાના શ્રીલંકા અંડર-19 ટીમ તરફથી રમી ચૂક્યો છે. તે પ્રોવિંશિયલ ટૂર્નામેન્ટ માટે પસંદ થયો હતો. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં સ્લિંગા એક્શનથી બૉલ ફેંકનાર ઘણા બૉલરો સામે આવ્યા છે. મલિંગા પછી ભારતના જસપ્રીત બુમરાહને પણ સ્લિંગા એક્શનમાં સફળતા મળી છે. તમિલનાડુ પ્રીમિયર લીગમાં જી પેરિયાસ્વામી પણ સ્લિંગા એક્શનથી બૉલિંગ ફેંકે છે. ઘણા નવા બૉલરો આ એક્શનને અપનાવી રહ્યા છે.
First published: September 27, 2019
વધુ વાંચો
अगली ख़बर