17 December: લાલા અમરનાથ અને પહેલી ટેસ્ટ મેચ સાથે જોડાયેલો છે આજનો દિવસ, ઘણો જ છે ખાસ
17 December: લાલા અમરનાથ અને પહેલી ટેસ્ટ મેચ સાથે જોડાયેલો છે આજનો દિવસ, ઘણો જ છે ખાસ
લાલા અમરનાથ
Sports: ક્રિકેટના ઈતિહાસમાં સત્તાવાર રીતે પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 1877માં રમાઈ હતી. પરંતુ ભારતીય ટીમે તેની પ્રથમ ટેસ્ટ વર્ષ 1932માં રમી હતી. ભારત તરફથી પ્રથમ ટેસ્ટ સદી વર્ષ 1933માં ફટકારવામાં આવી હતી.
17 ડિસેમ્બર ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ દિવસ (Special Day in Cricket) છે. આજથી 88 વર્ષ પહેલા 1933માં આ મહાન ખેલાડીએ ભારત માટે પ્રથમ ટેસ્ટ સદી (First Test Century Series) ફટકારી હતી. સૌથી મહત્વની વાત એ હતી કે ખેલાડી ટેસ્ટમાં ડેબ્યુ કરી રહ્યો હતો. જો કે આ મેચમાં ભારતીય ટીમને ઈંગ્લેન્ડે 9 વિકેટે હાર આપી હતી. આ શાનદાર ખેલાડીનું નામ છે- લાલા અમરનાથ.
ક્રિકેટના ઈતિહાસમાં સત્તાવાર રીતે પ્રથમ ટેસ્ટ મેચ વર્ષ 1877માં રમાઈ હતી. પરંતુ ભારતીય ટીમે તેની પ્રથમ ટેસ્ટ વર્ષ 1932માં રમી હતી. ભારત તરફથી પ્રથમ ટેસ્ટ સદી વર્ષ 1933માં ફટકારવામાં આવી હતી. જે મુંબઇમાં કમલ લાલા અમરનાથ દ્વારા ફટકારવામાં આવી હતી. તેણે 17 ડિસેમ્બરે ઈંગ્લેન્ડ સામેની તે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. જોકે, તે સમયે ભારત આઝાદ પણ નહોતો થયો.
સીકે નાયડુની કપ્તાનીમાં રમી ભારતે આ મેચની પ્રથમ ઇનિંગમાં 219 રન બનાવ્યા હતા. ત્યાર પછી ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવમાં 438 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ભારતનો બીજો દાવ 258 રનમાં પૂરો થઇ ગયો અને ઈંગ્લેન્ડને જીતવા માટે માત્ર 40 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લેન્ડે 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. લાલા અમરનાથે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. તેણે 118 રનની શાનદાર ઇનિંગ રમી જેમાં 21 ચોગ્ગા સામેલ હતા.
ભારતીય ટીમે પ્રથમ વખત 1952-53માં ટેસ્ટ સિરીઝ જીતી હતી. ટીમ ઈન્ડિયાએ આ ટેસ્ટ સિરીઝ પાકિસ્તાન સામે રમી હતી. પાકિસ્તાનની ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારત આવી હતી અને તે સમયે ટીમ ઈન્ડિયાના કેપ્ટન લાલા અમરનાથ હતા, જ્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન અબ્દુલ કારદાર હતા. ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું.
આ પછી લાલા અમરનાથે 23 વધુ ટેસ્ટ મેચ રમ્યા, પરંતુ ફરી ક્યારેય પોતાના બેટથી સદી ફટકારી ન હતી. ટેસ્ટ ક્રિકેટમાં લાલાના નામે આ એકમાત્ર ટેસ્ટ સદી હતી. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 878 રન બનાવ્યા હતા. તેમના નામે કુલ 1 સદી અને 4 અડધી સદી છે. આ સિવાય તેમણે પોતાના ટેસ્ટ કરિયરમાં 45 વિકેટ પણ લીધી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર