આ યુવા ખેલાડીએ IPLમાં રચ્યો ઇતિહાસ, સાથી મિત્રો છે હજુ સ્કૂલમાં

News18 Gujarati
Updated: March 31, 2019, 7:50 PM IST
આ યુવા ખેલાડીએ IPLમાં રચ્યો ઇતિહાસ, સાથી મિત્રો છે હજુ સ્કૂલમાં
આ યુવા ખેલાડીએ આઈપીએલમાં રચ્યો ઇતિહાસ, સાથી મિત્રો છે હજુ છે સ્કૂલમાં

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના સ્પિનર પ્રયાસ રે બર્મને આઈપીએલમાં ડેબ્યૂ કર્યું

  • Share this:
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં નવદીપ સૈનીના સ્થાને સ્પિનર પ્રયાસ રે બર્મનને સ્થાન આપ્યું છે. આ સાથે જ તેણે ઇતિહાસ રચી દીધો છે. પ્રયાર આઈપીએલમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. હાલ પ્રયાસની ઉંમર 16 વર્ષ 157 દિવસ છે. આ પહેલા આઈપીએલમાં સૌથી નાની ઉંમરમાં ડેબ્યૂ કરવાનો રેકોર્ડ કિંગ્સ ઇલેવન પંજાબના સ્પિનર મુજીબ ઉપ રહેમાનના નામે હતો. તેણે 17 વર્ષ અને 11 દિવસની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું.

ખાસ વાત એ છે કે 16 વર્ષના પ્રયાર રે બર્મનના મોટાભાગના મિત્રો હજુ પણ સીનિયર સેકેન્ડરી સ્કૂલમાં છે. પ્રયાસને ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી આઈપીએલની હરાજીમાં 1.5 કરોડમાં આરસીબીએ ખરીદ્યો હતો. લેગ સ્પિનર બર્મને વિજય હઝારે ટ્રોફીમાં બંગાલ તરફથી 9 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. આ પછી તે છવાઇ ગયો હતો. તે પોતાની ટીમ તરફથી તે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર ખેલાડી હતો. આ પછી તેની પસંદગી આઈપીએલ ટેલેન્ટ સ્કોઉટમાં થઈ હતી. આ પછી તેને હરાજીમાં આરસીબીએ ખરીદ્યો હતો.

આ પણ વાંચો - આ ખેલાડીએ કર્યો વાયદો- મારી ટીમ IPL ટ્રોફી જીતી તો બૂટથી દારુ પીશ

પ્રસાસે બંગાળ માટે અત્યાર સુધી 9 લિસ્ટ એ મેચમાં 23ની એવરેજથી 11 વિકેટ અને ચાર ટી-20 મેચમાં 16ની એવરેજથી 4 વિકેટ ઝડપી છે.

દુર્ગાપુરથી બેંગલોર...

પ્રયાર રે બર્મન રાઇટ આર્મ લેગ બ્રેક બોલર છે. તેનો જન્મ 25 ઓક્ટોબર 2002ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો. જ્યારે દિલ્હીમાં ભણેલા આ ખેલાડીના પિતા કૌશિક રે બર્મન વ્યવસાયે ડોક્ટર છે. આ યુવા 2012-13માં બંગાળ માટે અંડર-15 ક્રિકેટમાં ચાર મેચમાં 20.42ની એવરેજથી 7 વિકેટ ઝડપી ચર્ચામાં આવ્યો હતો.શેન વોર્નનો પ્રશંસક પણ...

આ યુવા ક્રિકેટર ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નનો મોટો પ્રશંસક છે પણ ટીમ ઇન્ડિયા અને આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી તેનો રોલ મોડલ છે. આથી પણ રસપ્રદ વાત એ છે કે તેણે ઘણી વખત વિરાટ કોહલી સાથે ફોટો લેવાનો પ્રયત્ન કર્યો હતો પણ ક્યારેય સફળતા મળી ન હતી. વિરાટ કોહલીએ તેને આઈપીએલમાં ડેબ્યૂ કરવાની તક આપીને મોટી ભેટ આપી દીધી છે.
First published: March 31, 2019, 5:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading