તાપીઃપત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ, 4 બાળકો બન્યા અનાથ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
તાપીઃપત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ, 4 બાળકો બન્યા અનાથ
તાપીઃ માત્ર 600 રૂપિયાની નજીવી રકમના ઝઘડામાં પોતાની જ પત્નીને મોત ને ઘાટ ઉતારનાર અને પોતાના ચાર માસૂમોને અનાથ જેવી પરિસ્થિતિમાં મુકનાર એવા કુર પિતાને ડોલવણ પોલીસે અટક કરી જેલ ના સળિયા ગણતો કરી દીધો છે.

  • Share this:
તાપીઃ માત્ર 600 રૂપિયાની નજીવી રકમના ઝઘડામાં પોતાની જ પત્નીને મોત ને ઘાટ ઉતારનાર અને પોતાના ચાર માસૂમોને અનાથ જેવી પરિસ્થિતિમાં મુકનાર એવા કુર પિતાને ડોલવણ પોલીસે અટક કરી જેલ ના સળિયા ગણતો કરી દીધો  છે. ગત તા 30મી જુનના રોજ તાપી જીલ્લાના ડોલવણ તાલુકાના એક નાનકડા એવા ચાક્ધારા ગામે પતિ શંકર કોકણીએ માત્ર 600 રૂપિયાની તકરારમાં પત્ની સુમી બેનને ડામ અને લાકડાના ફટકા મારી રીબાવી રીબાવીને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો. જેને ડોલવણ પોલીસે વ્યારાના બેડચીત ત્રણ રસ્તા પરથી ઝડપી પડ્યો હતો. 600 રૂપિયા જેવી નજીવી બાબતે પોતાનીજ પત્નીને રીબાવી રીબાવીને મોતને ઘાટ  ઉતારનાર આ રીઢો ગુનેગાર શંકર કોકણી અગાઉ પણ તેનાજ સગા ભાઈ ની હત્યાના કેસમાં સજા ભોગવી ચુક્યો છે. ફરી પાછા આ માથાભારે ઇસમે પોતાનીજ પત્નીને યમસદન પહોંચાડી દીધી છે. તો બીજી તરફ તેમનાજ ચાર માસુમ બાળકો પિતાની આ કરતુત ને લઇ ને અનાથ જેવી જિંદગી જીવવા મજબુર બન્યા છે.
First published: July 3, 2015
વધુ વાંચો
अगली ख़बर