સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો, ડેમની સપાટી 121.47 મીટરે પહોંચી

ડેમમાં ઉપરવાસ માંથી 44992 ક્યુસેક પાણીની આવક થઇ છે 12 કલાકમાં ડેમની સપાટીમાં 21 સેમીનો વધારો નોંધાયો છે.

News18 Gujarati
Updated: July 21, 2019, 11:51 AM IST
સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો, ડેમની સપાટી 121.47 મીટરે પહોંચી
સરદાર સરોવર ડેમની તસવીર
News18 Gujarati
Updated: July 21, 2019, 11:51 AM IST
દિપક પટેલ, નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.47 મીટરે પહોંચી ગઇ છે. ડેમમાં ઉપરવાસ માંથી 44992 ક્યુસેક પાણીની આવક થઇ છે ગઈકાલે ડેમની સપાટી 120.92 મીટર હતી. 12 કલાકમાં ડેમની સપાટીમાં 21 સેમીનો વધારો નોંધાયો છે. હાલ ગુજરાતમાં સિંચાઇ માટે 958 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1340 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે.

મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત તથા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરેલી જાહેરાત મુજબ મુખ્ય કેનાલમાંથી પાણી સતત ખેડૂતો માટે છોડાય રહ્યું છે. સતત બે વર્ષ ચોમાસુ નબળું રહ્યા બાદ આ વર્ષે ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડ્યો છે. જેના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના કારણે ડેમની જળ સપાટી 121 મીટરને પાર કરી ગઈ છે. અને સરદાર સરોવરમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 1400.98 મિલીયન ક્યુબીક મીટર જઇને પાછો આવ્યો છે.

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર, 5 દિવસ મધ્યમ વરસાદની આગાહી

નર્મદાના મુદ્દે કમલનાથ-રૂપાણી સરકાર આમને સામને
જ્યારે બીજી બાજુ નર્મદાના પાણીને કારણે મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર અને ગુજરાતની બીજેપી સરકાર આમને સામને આવી ગઈ છે. નર્મદાના નીરને લઈ રાજકારણ ગરમાઈ ગયું છે. બંને પક્ષ તરફથી આરોપ-પ્રતિ આરોપનો મારો શરૂ થઈ ગયો છે. મધ્ય પ્રદેશ દ્વારા નર્મદાનું પાણી અટકાવવાના નિવેદન પર જીતુ વાઘાણીએ કોંગ્રેસ સરકારને આડે હાથ લીધી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિઘ્ન સંતોષી કોંગ્રેસ વિકાસમાં રોડા નાખે છે. ગુજરાત મધ્ય પ્રદેશની સરકારને માફ નહીં કરે. જીતુ વાઘાણીએ કહ્યું કે, જરૂરત પડશે તો, અમે મધ્ય પ્રદેશ સરકાર વિરુદ્ધ આંદોલન કરીશુ.

 
First published: July 21, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...