Video : વાપીમાં નેશનલ હાઇવે પર કન્ટેનરે પલટી મારી, CCTVમાં દૃશ્યો કેદ

મુંબઈ-અમદાવાદ (Mumbai_Ahmedabad) હાઇવે પર વાપીના (Vapi) બાલીઠા નજીકની ઘટના (Accident), ડ્રાઇવર-ક્લિનરના આબાદ બચાવ

News18 Gujarati
Updated: September 10, 2019, 4:03 PM IST
Video : વાપીમાં નેશનલ હાઇવે પર કન્ટેનરે પલટી મારી, CCTVમાં દૃશ્યો કેદ
ટેન્કર પલટી મારાના દિલધડક દૃશ્યો નજીકના કૉમ્પલેક્ષના CCTVમાં કેદ થયા હતા.
News18 Gujarati
Updated: September 10, 2019, 4:03 PM IST
ભરતસિંહ વાઢેર, વાપી : વાપી (Vapi) નજીક અમદાવાદ-મુંબઈ (Mumbai_Ahmedabad) નેશનલ હાઈવે (National Highway) પર પુરઝડપે દોડતું એક કન્ટેનર  (Truck) આજે એકાએક પલટી (Accidet) મારી ગયું હતું. આ ઘટના ના જીવંત દ્રશ્યો સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઇ ગયા હતા. ઘટનાની વિગત પ્રમાણે વાપીના (Vpai) બલીઠા નજીક અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પરથી આજે એક કન્ટેનર પૂરઝડપે પસાર થઇ રહ્યું હતું ત્યારે અચાનક જ પલટી ગયું હતું.

કન્ટેનર પલટી મારવાના દ્રશ્યો હાઈવે ની બાજુ માં એક બિલ્ડિંગ ના લાગેલા સીસી ટીવી કેમેરા માં કેદ થઈ ગયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. કન્ટેનરના ડ્રાઇવર-કંડક્ટરનો પણ આબાદ બચાવ થયો છે. અકસ્માતના સમયે કન્ટેનરની નજીકથી એક કાર પસાર થઈ રહી હતી ત્યારે તેનો પણ બચાવ થયો છે.

આ પણ વાંચો :   મોરારિબાપુ બાપ જેવા વહાલા, તેમના વિશે કોઈ જરા પણ બોલે તે ગમતી વાત નથી : કિર્તીદાન

કન્ટેનર હાઈવેના ડીવાઈડર સાથે ટકરાઈ અને પલટી મારી હાઇવેની બીજી સાઈડમાં ફંગોળાઈ ગયું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈને ઇજા કે જાનહાનિ થઈ નહોતી. કન્ટેનરના ચાલક અને ક્લીનરનો પણ આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
First published: September 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...