વાપીઃગોડાઉનની આગ રહેણાંક વિસ્તારોમાં પહોચતા અફરા તફરી

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 5, 2017, 12:39 PM IST
વાપીઃગોડાઉનની આગ રહેણાંક વિસ્તારોમાં પહોચતા અફરા તફરી
વાપીઃ વાપીના છીરીના ગાલા મસાલા વિસ્તારમાં ગઇકાલે રાત્રીના સુમારે ભંગારના ગોડાઉનમા ભીષણ આગ લાગી હતી.ભરચક રહેણાક વિસ્તાર ની મધ્યમા ધમધમતા ભંગારના ગોડાઉનમા આગ લાગતાં આસપાસના વિસ્તાર મા દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાજ પોલીસ અને વાપીના 5 ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 5, 2017, 12:39 PM IST
વાપીઃ વાપીના છીરીના ગાલા મસાલા વિસ્તારમાં ગઇકાલે રાત્રીના સુમારે  ભંગારના ગોડાઉનમા ભીષણ આગ લાગી હતી.ભરચક રહેણાક વિસ્તાર ની મધ્યમા ધમધમતા ભંગારના ગોડાઉનમા આગ લાગતાં આસપાસના વિસ્તાર મા દોડધામ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાજ પોલીસ અને વાપીના 5 ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા.

જોકે ગોડાઉનમા મોટી માત્રામા જ્વલનશીલ હાનિકારક કેમિકલ કચરા સહિત પ્લાસ્ટિક અને અન્ય ભંગારનો જથ્થો મોટી માત્રામા સંગ્રહ કરેલો હોવા થી આગ  વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.અને થોડી જ ક્ષણો મા  એક  ગોડાઉન માં લાગેલી આગ આસ પાસ ના અન્ય ગોડાઉનો માં પ્રસરી ગઈ હતી અને એક સાથે 4 જેટલા ભંગારના ગોડાઉનો આગની જવાળાઓમાં લપેટાઇ ગયા  હતા.

એક સમયે આગ બેકાબૂ બનતા ગોડાઉન મા રાખેલી એક બાઈક પણ આગ ની જ્વાલાઓમા લપેટાઇને બળી ગઇ છે.

બાજુ મા આવેલી ચાલી ની કેટલીક રુમોના બારી બારના પણ સળગી ગયા હતા આથી  આસ પાસના રહેણાક વિસ્તારમા રહેતા લોકો અડધી રાત્રે ઘરમાથી બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોના જીવ તાળવે  ચોટી ગયા હતા.જોકે ફાયર ફાઇટરો એ કલાકો ની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેલવ્યો હતો.સદનસીબે આ ઘટના મા કોઈ જાનહાનિ થઈ ના હતી આથી લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો.

First published: February 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर