વધુ એક નીરવ મોદી : વાપીના કેતન શાહે બેન્કને ચોપડ્યો રૂ 25 કરોડનો ચૂનો !

News18 Gujarati
Updated: July 11, 2018, 5:01 PM IST
વધુ એક નીરવ મોદી : વાપીના કેતન શાહે બેન્કને ચોપડ્યો રૂ 25 કરોડનો ચૂનો !
News18 Gujarati
Updated: July 11, 2018, 5:01 PM IST
વધુ એક ગુજરાતીએ સરકારી બેન્કને કરોડોનો ચૂનો ચોપડ્યો હોવાનું સામે આવ્યું છે. નીરવ મોદીના નક્શેકદમ ઉપર વાપીના એક વેપારીએ લગભગ રૂપિયા 25 કરોડનો ચૂનો 'બેંક ઓફ ઇન્ડિયા' ને ચોપડ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે વાપીમાંથી વધુ કેટલાક આર્થિક કૌભાંડો બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

ન્યૂઝ18 પાસે પ્રાપ્ત અહેવાલો અને દસ્તાવેજો અનુસાર, વાપીના કેતન જયંતીલાલ શાહ નામના વ્યક્તિએ પોતાના બે ભાઈઓ સાથે મળીને બેંક ઓફ ઇન્ડિયા, અંધેરી, મુંબઈની બ્રાન્ચને રૂ.25 કરોડનો ચૂનો લગાવ્યો છે. ખેતીની જમીન થર્ડ પાર્ટીને મોર્ગેજ કરી કેતને રૂ. 25 કરોડની લોન બેંક ઓફ ઇન્ડિયાથી પાસેથી મેળવી હતી. હવે આ પાર્ટી ઉઠી ગઈ છે. થોડાક દિવસ પહેલા આ મામલે CBIએ બેંક ઓફ ઇન્ડિયાના AGM અને DGM ની ધરપકડ કરી હતી

રિયલ ડાયમંડ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ 9 સેપ્ટેમ્બર 2009માં બેન્ક ઓફ ઇન્ડિયાની અંધેરી બ્રાન્ચથી 25 કરોડની લોન લીધી. લોન માટે થર્ડ પાર્ટી એસેટ મોર્ગેજ કર્યું હતું. મોર્ગેજ પ્રોપર્ટી વાપીના નેશનલ હાઇવે-8 પર આવેલ સર્વે નંબર-311 હતી. જેના માલિક તરીકે શાહ ભાઈઓ એટલે કે કેતન, જિનેશ અને અભય શાહ હતા. લોન લેતી વખતે જમીનને નોન-એગ્રીકલચર લેન્ડ તરીકે દર્શાવામાં આવી હતી.

રિયલ ડાયમંડ દ્વારા હપ્તા ન ભરવાના કારણે કંપનીને લોન ડિફોલ્ટર જાહેર કરવામાં આવી. 30 જૂન 2011 ના દિવસે રિયલ ડાયમંડની લોનને બેંકે નોન-પરફોર્મિંગ એસેટ જાહેર કરી. જે પછી જમીન હરાજી માટે બેન્ક તરફથી કાર્યવાહી શરુ કરવામાં આવી. જયારે બેંકે જમીનની હરાજી શરુ કરી ત્યારે શાહ બંધુએ ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલ, મુંબઈ તેમજ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી કે ખેતી લાયક જમીનની હરાજી ન કરી શકાય.

શાહની બેહેને પણ વાંધો ઉઠાવ્યો કે તેમની પણ જમીનમાં ભાગીદારી હતી. જો કે લોન લેતી વખતે જમીનના માલિક તરીકે ક્યાંય તેમનું નામ ગાયબ હતું। હવે એ જ જમીન પર શાહ બંધુઓ ઈન્ડિસ્ટ્રીઅલ પ્લોટ બનાવીને વેચી રહ્યા છે. સરકારને આ ત્રિપુટીઓ મળીને 25 કરોડનો ચૂનો લગાવી દીધો છે. કહેવાય છે કે સરકારના ચારેય હાથ માથે હોવાના કારણે હજી આ સુધી ત્રિપુટી જેલની સળિયા બહાર છે.

આ મામલે ન્યુજ ૧૮ કેતન શાહને સંપર્ક કર્યો હતો પરંતુ તેમનો જવાબ રોકડો હતો, "આ મામલો તેમનો અને સરકાર વચ્ચેનો છે.' જો આ સત્ય હોય તો સરકાર આર્થિક ગુનેગારોને છાવરે છે તે બાબત વધુ એક વખત ખુલી પડી જશે !
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...