વાપીમાંથી 20 કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રના બે યુવકો ઝડપાયા

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા બંને આરોપીઓ દિનેશ ગજેન્દ્ર મોહિતે અને માણેક વણકર મોહિતે આં બંને આરોપીઓ મહારાષ્ટ્રના જલગાંવના હોવાનું બહાર આવ્યું હતું.

News18 Gujarati
Updated: September 13, 2019, 10:41 PM IST
વાપીમાંથી 20 કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રના બે યુવકો ઝડપાયા
ઝડપાયેલા યુવકોની તસવીર
News18 Gujarati
Updated: September 13, 2019, 10:41 PM IST
ભરતસિંહ વાઢેર, વાપીઃ વાપી ડુંગરા પોલીસે વાપીના લવાછા વિસ્તારમાંથી 20 કિલો ગાંજાનો (cannabis) જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી ગઇ હતી. પોલીસને (Police)મળેલી બાતમીને આધારે ડુંગરા પોલીસે લવાછાના બાપુનગરમાં આવેલી હરિયાણા હોટલની (Hotel) પાછળ એક રૂમમાં છાપો માર્યો હતો.

પોલીસની આ કાર્યવાહી દરમિયાન રૂમમાંથી 20 કિલો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ કાર્યવાહી દરમિયાન પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા બંને આરોપીઓ દિનેશ ગજેન્દ્ર મોહિતે અને માણેક વણકર મોહિતે આં બંને આરોપીઓ મહારાષ્ટ્રના (maharashtra) જલગાંવના હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચોઃ-સુરતઃ હત્યાના આરોપીઓની ધમકીથી કંટાળી દુકાનદારનો આપઘાતનો પ્રયાસ

આટલા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હોવાથી આસપાસના વિસ્તારના તેનું ગેરકાયદેસર વેચાણ પણ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. આમ વાપીમાં અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં નશીલા પદાર્થનું રેકેટ ચલાવતા બંને આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અને ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો? ને કઈ કઈ જગ્યા પર સપ્લાય કરવામાં આવતો હતો ? આ તમામ બાબતોના જવાબ મેળવવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
First published: September 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...