વાપીઃ આત્મહત્યા કરનાર પત્નીની લાશને ફેંકવા જતો પતિ ઝડપાયો

વાપીમાં 26મી જાન્યુઆરીના રોજ રાત્રીના પતિ-પત્ની વચ્ચે મોબાઇલ બાબતે ઝઘડો થયા બાદ પત્નીએ રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

News18 Gujarati
Updated: February 1, 2019, 4:13 PM IST
વાપીઃ આત્મહત્યા કરનાર પત્નીની લાશને ફેંકવા જતો પતિ ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 1, 2019, 4:13 PM IST
ન્યૂઝ18 ગુજરાતીઃવાપીમાં 26મી જાન્યુઆરીના રોજ રાત્રીના પતિ-પત્ની વચ્ચે મોબાઇલ બાબતે ઝઘડો થયા બાદ પત્નીએ રૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આપઘાત કરનાર પત્નીની લાશને પતિ ખભે ઉપાડી લાશને નદીમા નાંખવા જતાં એક રિક્ષા ચાલક જોઇ જતા પતિ લાશ મૂકીને નાશી છૂટ્યો હતો. તેને ડુંગરા પોલીસ ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી પ્રમાણે વાપી તાલુકાના લવાછા ગામે શિવનગરમાં રહેતા દુર્ગાવતી દેવી નામની મહિલાની લાશ રવિવારે રસ્તા ઉપરથી મળી આવી હતી. આ મૃતક મહિલાનો પતિ ઘટના બાદ ગાયબ હોય પોલીસે મા માલે હત્યાની આશંકા સેવી હતી. જોકે, તે પછી બુધવારે તેનો પતિ સોમનાથને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની સઘન પૂછપરછ કરતા તેણે પોલીસને જણાવ્યું હતું કે, 26મીની રાત્રીએ મેળામાં પતિ પત્ની ફરવા ગયાહતા.

રાત્રીના મોબાઇલ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેનું માઠુ લાગી આવતા પત્નીએ રૂમ બંધ કરી અંદર પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લેતા તેનું મોત થયું હતું. આ વાતની કોઇને જાણ ન થાય તે માટે સોમનાથે પત્ની દુર્ગાવતીને પંખેથી ઉતારી અને ખભા ઉપર મુકી તેની લાશને નદીમાં નાંખવા જતો હતો. પરંતુ એક રિક્ષાવાળો સામેથી આવતો દેખાતા તે લાશને ત્યાં મુકી નાસી છૂટ્યો હતો. પોલીસ તપાસમાં પણ યુવતીએ ગળે ફાંસો ખાવાથી મોત થયું હોવાનું પીએમમાં નીકળ્યું હતું.

આ પણ વાંચોઃ-સુરત: ક્લાર્કે પૂરપાટ ઝડપે દોડાવી ટ્રેન, પેસેન્જર્સના જીવ તાળવે ચોંટ્યા

ડુંગરા પોલીસના જણાવ્યા પ્રમાણે બંનેનો લગ્નગાળો દોઢ વર્ષનો છે અને સંતાન પ્રાપ્તિ માટે બંને વચ્ચે ઝઘડો થો રહેતો હતો. 26મીએ રાત્રીના તેમની વચ્ચે મોબાઇલમાં વીડિયો જોવા બાબતે ઝઘડો થયો હતો. પોલીસે આરોપી સોમનાથને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જ્યુડીશિયલ કસ્ટડીમાંમ મોકલવાનો આદેશ કર્યો છે.
First published: February 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...