સેલવાસ: હાઇસ્કુલના શિક્ષકે દમણગંગા પુલ પરથી નદીમાં ઝપલાવ્યું

સુરેન્દ્રસિંહ મોહનસિંહ રાઠોડ ઉ.વ.51 રહેવાસી ટેકરી ફળીયા,નરોલી હાલમા શિક્ષક તરીકે નરોલી હાઈસ્કૂલમાં ફરજ બજાવે છે.

News18 Gujarati
Updated: September 11, 2019, 10:05 PM IST
સેલવાસ: હાઇસ્કુલના શિક્ષકે દમણગંગા પુલ પરથી નદીમાં ઝપલાવ્યું
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 11, 2019, 10:05 PM IST
ભરતસિંહ વાઢેર, વાપીઃ સેલવાસ નરોલી રોડ દમણગંગા નદીના પુલ પરથી કોઈક અગમ્ય કારણસર નરોલી ગામના આધેડે પોતાની કાર પુલ પર જ છોડી નદીમા ઝંપલાવી દીધુ હતું. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પોહચી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર સુરેન્દ્રસિંહ મોહનસિંહ રાઠોડ ઉ.વ.51 રહેવાસી ટેકરી ફળીયા,નરોલી હાલમા શિક્ષક તરીકે નરોલી હાઈસ્કૂલમાં ફરજ બજાવે છે. જેઓ પોતાની કાર નંબર DN-09-G-0676 લઈ સાંજે 4વાગ્યાના સુમારે ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ રાત્રે લગભગ 7-30 વાગ્યાના સુમારે દમણગંગા નદીના પુલ પર આવી પોતાની કારને પુલ પર મુકી નદીમા ઝંપલાવી દીધુ હતુ.

કાર ઘણા લાંબા સમયથી નદીના પુલ પર જોતા નરોલી ગામના લોકો અહીથી પસાર થતા જોતા એમના પરિવારને જાણ કરવામા આવી હતી,સુરેન્દ્રભાઈના ઘરના તેમજ આજુબાજુના લોકોને જાણ થતા તાત્કાલિક દમણગંગા નદીના પુલ પર પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસ અને ફાયરવિભાગને ફોન કરતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પોહચી સુરેન્દ્રભાઈને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જોકે સુરેન્દ્રસિંહએ એક સ્યુસાઇડ નોટ અને મોબાઈલ પોલીસને કારમાથી મળ્યો છે,હાલ ભારે વરસાદ હોય નદી કિનારે અંધારું હોય જેને લઇ શોધખોળમાં તકલીફ આવી હતી.
First published: September 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...