વાપીમાં સ્વાઇન ફ્લૂથી વધુ એક મોત થતા હાહાકાર

વાપીની એક ખાનગી હોસ્પિટલમાં સ્વાઈ ફ્લૂના કારણે દર્દીનું મોત

News18 Gujarati
Updated: October 9, 2018, 10:47 AM IST
વાપીમાં સ્વાઇન ફ્લૂથી વધુ એક મોત થતા હાહાકાર
વાપીની એક ખાનગી હોસ્પિટલમાં સ્વાઈ ફ્લૂના કારણે દર્દીનું મોત
News18 Gujarati
Updated: October 9, 2018, 10:47 AM IST
વલસાડ- શહેરમાં ધીમે-ધીમે વકરી રહેલા સ્વાઇન ફ્લૂના સંકજામાં રોજે રોજ દર્દીઓનો ઉમેરો થઈ રહ્યો છે. ત્યારે આજે વાપીમાં એક દર્દીનું સ્વાઇન ફ્લૂને કારણે મોત થયું છે. જેથી મૃત્યુ આંક વધી જતાં હાહાકાર મચી ગયો હતો. જ્યારે આણંદમાં વધુ 4 કેસ પોઝિટીવ નોંધાતા જિલ્લામાં સ્વાઈન ફ્લુ પોઝિટીવનો આંકડો 25એ પહોંચ્યો છે.

રાજ્યમાં હાહાકાર મચાવી રહેલા સ્વાઇન ફ્લૂએ શહેરમાં વધુ એક વ્યક્તિને સંકજામાં લીધા હતા. જ્યારે આજે સારવાર દરમિયાન વાપીના સેલવાસ હોસ્પિટલમાં સ્વાઇનફ્લૂને કારણે દર્દીનું મોત નિપજ્યુ હતુ.ખાનગી હોસ્પિટલમાં દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો જેના કારણે તે સારવાર લઇ રહ્યો હતો, પરંતુ દર્દીને સારવાર દરમિયાન કોઇ રિકવરી નહીં આવતા તેમનું મોત નિપજ્યુ હતુ. જેથી સ્વાઇન ફ્લૂના કારણે આ પહેલુ મોત થતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયુ હતુ.

હાલ તો મૃતકના પરિવારજનો પણ બ્લડ ટેસ્ટ કરાવવા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. બીજી તરફ આણંદમા પણ સ્વાઈન ફ્લૂના વધુ 4 કેસ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. મગરી-ગાનામાંથી 2 કેસ અને વલાસણ-ધુળેટીની બે મહિલાઓેને પણ સ્વાઇન ફ્લૂ હોવાનું સામે આવ્યુ છે. આ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂમાં પોઝિટીવ દર્દીઓનો આંકડો 25એ પહોંચ્યો છે. હાલ અન્ય દર્દીઓ હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહ્યા છે.
First published: October 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...