વલસાડ : ગરબાની રમઝટ વચ્ચે બે જૂથ વચ્ચે મારામારી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોયમા ગામની ઘટના, ગરબા રમતા એક યુવકની સોનાની ચેન તૂટતા મારામરી થઈ હતી.

News18 Gujarati
Updated: October 7, 2019, 3:52 PM IST
વલસાડ : ગરબાની રમઝટ વચ્ચે બે જૂથ વચ્ચે મારામારી
ચાલુ ગરબામાં ધમાલ.
News18 Gujarati
Updated: October 7, 2019, 3:52 PM IST
ભરતસિંહ વાઢેર, વલસાડ : વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં નવરાત્રીની ધૂમ ચરમસીમા પર છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. જોકે, વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ગોઇમા ગામમાં રવિવારે રાત્રે ગરબાની રમઝટ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

પારડીના ગોઈમા ગામમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આઠમના નોરતે ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા હતા. આ સમયે એક ગરબા રમી રહેલા એક યુવકની સોનાની ચેન તૂટી હતી. જે બાદમાં બે યુવકો વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી.

બાદમાં મામલો ઉગ્ર બનતા બંને યુવકોનાં મિત્રો પણ સામસામે આવી ગયા હતા. બે જૂથ સામસામે આવી જતા ચાલુ ગરબામાં જ દોડધામ થઈ હતી. ગરબાની રમઝટ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાતા લોકો દંગ રહી ગયા હતા. બંને જૂથ વચ્ચે ગરબામાં છૂટાહાથની મારામારી થઈ હતી.

યુવકોના બે જૂથો વચ્ચે થયેલી બબાલને પગલે ગરબાના રંગમાં ભંગ પડ્યો હતો. જોકે, આ મામલો હજુ સુધી પોલીસ સ્ટેશન પહોંચ્યો નથી. ગરબામાં થયેલી મારામારીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ ચાલુ ગરબામાં મારામારી થતાં આ કિસ્સો સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.આ પણ વાંચો :  દશેરામાં ફાફડા-જલેબી ઉદ્યોગમાં પણ મોંઘવારીનો માર
First published: October 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...