દમણ હાઇવે પર બાર ચાલુ રહેશે!,જાહેરનામું નાબૂદ કરાવીશઃસાંસદનો બફાટ

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 2:00 PM IST
દમણ હાઇવે પર બાર ચાલુ રહેશે!,જાહેરનામું નાબૂદ કરાવીશઃસાંસદનો બફાટ
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 2:00 PM IST
વાપીઃસુપ્રીમ કોર્ટ ના આદેશ અનુસાર સંઘ પ્રદેશ દમણમા આગામી પહેલી એપ્રિલથી પ્રદેશના સ્ટેટ અને નેશનલ હાઇવે પર 500 મીટરની પરિધમા દારૂ ના બાર બંધ  કરવાના આદેશનો અમલ થવા જઈ રહ્યો છે.દેશના સુપ્રીમ ન્યાયાલયના આદેશને લઈને દમણના પ્રશાસન દ્વારા આદેશના અમલ માટે પ્રદેશના સ્ટેટ અને નેશનલ હાઇવે પર આવેલ બારના સંચાલકોને બાર બંધ કરવાના આદેશ આપતું જાહેરનામૂ પણ બહાર પાડ્યુ છે.

પ્રદેશના બાર સંચાલકોમા ફફડાટ વ્યાપી ગયો છે.આથી છેલા કેટલાક સમયથી પ્રદેશમા આ મુદો ચર્ચાસ્પદ.બન્યો છે.તેવા સમયમા દમણ-દીવના સાંસદ લાલુ ભાઈ પટેલનો આ મુદ્દે જાહેરમા બફાટ કરતો એક વિડીયો વાઇરલ થયો છે.આ વિડીયો મા પ્રદેશના સાંસદ લાલુ ભાઈ પટેલ એક જાહેર કાર્યક્રમમા જાહેર મંચ પર થી સંબોધનમા પોતે આ મામલે  નિતીન ગડકરી સાથે બંધ બારણેમુલાકાત કરી છે અને આ મામલે વધુ થઇ જશે અને આ જાહેર નામુ 100 ટકા નાબૂદ થશે.

એવી બાહેંધરી પણ જાહેર મંચ પરથી આપી રહ્યા હોવાનુ વિડીયોમા સંભળાઇ રહ્યુ છે.આથી  સુપ્રીમ કોર્ટના આદેશના ઉપરવટ જઈ ને વધુ બંધ બારણે પતાવી દેવાની ખાત્રી આપતો દમણ ના સાંસદનો આ વિડીયો અત્યારે સમગ્ર પ્રદેશમા ચર્ચાનો વિષય બન્યો છે.

 
First published: January 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर