ભરત પટેલ, વાપી: ભારતીય જનતા પાર્ટીએ 2019 લોકસભા ચૂંટણીને લઇને ગુરૂવારની સાંજે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. ભારતીય જનતા પાર્ટીએ 184 ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં પીએમ નરેન્દ્ર મોદી વારાણસી અને અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે દાદરા નગર હવેલીમાં કદાવર નેતા નટુભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. નટુભાઈ પટેલ વિકાસનાં કામો અને ગ્રાઉન્ડ પર કામ કરનારા નેતા છે.
મહત્વનું છે કે, નટુભાઇ પટેલ 2014માં 5 હજાર મતોથી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે નટુભાઈ પટેલ બિલ્ડર છે અને તેઓ પ્રદેશનાં આદિવાસી લોકોમાં સારું નામ ધરાવે છે. નટુભાઈ પટેલે 10 વર્ષમાં દાદરા નગર હવેલીમાં વિકાસનાં કામો કર્યા છે. તેમણે અનેક ગામોમાં પુલ, રસ્તાઓ બનાવીને તેમનો વિકાસ કર્યો છે.
નટુભાઈ પટેલ ઓછુ ભણેલા હોવા છતા તેમણે દાદરા નગર હવેલીનાં વિદ્યાર્થીઓ માટે સરકારી ઇંગ્લિશ સ્કૂલો શરૂ કરાવી છે. આ ઉપરાંત તેમણે અહીં મેડિકલ કોલેજ પણ શરૂ કરાવી છે. નટુભાઈ પટેલે સેલવાસને સ્માર્ટ સિટીમાં દરજ્જો અપાવ્યો છે. તેમણે દમણ ગંગા નદી પર રીવરફ્રંટ બનાવડાવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર