વલસાડના ધરમપુર નજીક કોઝવે પરથી નદીના પાણીમાં તણાયો યુવક

News18 Gujarati
Updated: July 21, 2018, 4:03 PM IST
વલસાડના ધરમપુર નજીક કોઝવે પરથી નદીના પાણીમાં તણાયો યુવક
નદીના પ્રવાહમાં તણાઇ રહેલો યુવક તેમજ કોઝવે પર તેને બચાવવા દોડી આવેલો અન્ય એક યુવક

  • Share this:
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ અવિરત 15 દિવસ સુધી મહેર કરી હતી. આ દરમિયાન જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તાજેતરમાં વલસાડના ધરમપુરના કીલવણી નજીક કોઝવે પરથી એક યુવક તણાયો હોવાનો વીડિયો વાયરલ થયો છે.

મળી રહેલી માહિતી પ્રમાણે આ યુવક બે દિવસ પહેલા બાઈક લઈને ખાતર લેવા માટે નીકળ્યો હતો. એ વખતે તે લાવરી નદીના કોઝવે પર નદીના ધસમસતા પ્રવાહમાં તણાયો હતો. બાદમાં યુવકનો મૃતદેહ ધરપુરના ભેંસધરી ગામ નજીક નદીમાંથી મળી આવ્યો હતો.

વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?  Video જોવા માટે અહીં ક્લિક કરો

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક નદીના પાણીમાં તણાઈને જઈ રહ્યો છે. આ સમયે બંને કાંઠે લોકોની હાજરી છે. એક યુવક તેને બચાવવા માટે કોઝવે પર દોડી જાય છે. જોકે, નદીના પાણીનું ઝોર વધારે હોવાથી તે પણ ડગમગવા લાગે છે. બીજી તરફ લોકો યુવકને બચાવવા માટે બૂમો પણ પાડી રહ્યા છે. જોકે, કોઈ કંઈ મદદ કરી શકે તે પહેલા જ યુવક નદીના પ્રવાહમાં આગળ તણાઇને જતો રહે છે. યુવકનું બાઇક પણ નદીના પાણીમાં જ તણાઈ ગયું હતું.

યુવક બાઇક લઇને કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નદીના પ્રવાહમાં તણાયો હતો
First published: July 21, 2018, 2:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading