વલસાડ : કલસર ગામમાં હાઈ ટેન્શન વીજ લાઇન પર એક યુવક ચડી ગયો, કરંટ લાગતા ત્યાંજ સળગી ગયો
વલસાડ : કલસર ગામમાં હાઈ ટેન્શન વીજ લાઇન પર એક યુવક ચડી ગયો, કરંટ લાગતા ત્યાંજ સળગી ગયો
વલસાડ કરંટ લાગતા યુવકનું મોત
વલસાડ (Valsad)જિલ્લાના પારડી (Pardi) તાલુકાના કલસર (Kalsar) ગામમાં થોડી જ વારમાં યુવક જે થાંભલા પર ચઢ્યો હતો તે થાંભલા પર ધડાકો થતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ધડાકા બાદ યુવક આ હાઈટેન્શન લાઈનના ઊંચા થાંભલા પર ઊંધો લટકી રહ્યો હતો
ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ (Valsad)જિલ્લાના પારડી (Pardi) તાલુકાના કલસર (Kalsar) ગામમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇન પર એક યુવક ચડી ગયો હતો. આથી આ હાઇટેન્શન લાઈનમાંથી પસાર થતા વીજ કરંટ લાગતા યુવકનું થાંભલા પર જ કરૂણ મોત નીપજયું હતું. જોકે શરૂઆતમાં લોકોને ઉપર લટકી રહેલો યુવક જીવિત હોવાનું જણાતાં તાત્કાલિક તેને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી, અને પોલીસ સહિત વીજ વિભાગને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
બનાવની વિગત મુજબ, આજે વહેલી સવારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર ગામ નજીકથી પસાર થતી હાઈ ટેન્શન વીજ કંપનીની હાઈ ટેન્શન વીજ લાઈનના ઊંચા થાંભલા પર એક યુવક ચડી ગયો હતો. તેને જોતા લોકો એકઠા થયા હતા, અને થોડી જ વારમાં યુવક જે થાંભલા પર ચઢ્યો હતો તે થાંભલા પર ધડાકો થતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. ધડાકા બાદ યુવક આ હાઈટેન્શન લાઈનના ઊંચા થાંભલા પર ઊંધો લટકી રહ્યો હતો. જે દૃશ્ય જોઈ અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
શરૂઆતમાં આ યુવક જીવિત હોવાનું લાગતા તાત્કાલિક લોકોએ તેને ની રેસ્ક્યૂ કરવા માટેના પ્રયાસો સરું કર્યા હતા, અને પારડી પોલીસ અને વીજ વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ પારડી પોલીસ સ્ટેશનની ટીમ અને જેટકો કંપનીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી, અને હાઇટેન્શન લાઈનમાંથી પસાર થતા વીજ પ્રવાહને બંધ કરાવી થાંભલા પર લટકી રહેલા યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે યુવકનું વીજ કરંટ લાગતાં ઉપર જ કરુણ મોત નીપજયું હતું. આથી યુવકના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો.
અત્યાર સુધી યુવકની ઓળખ થઇ શકી ન હતી, આથી પોલીસે મૃતક યુવકના મૃતદેહના પોસ્ટમોર્ટમ અને મૃતકની ઓળખ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ હાઇટેન્શન લાઇન પર કેમ ચઢ્યો? અને તે ક્યાંથી આવ્યો હતો? ને તે કોણ હતો? તે સવાલોના જવાબ મેળવવા માટે પારડી પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે વીજ કંપનીના હાઇટેન્શન લાઈનના ઊંચા થાંભલા પર યુવકના મોતને કારણે સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર