વલસાડઃ રસી લેતા મહિલા કરવા લાગી બાળકની જેમ ચીચીયારીઓ, funny video viral
વલસાડઃ રસી લેતા મહિલા કરવા લાગી બાળકની જેમ ચીચીયારીઓ, funny video viral
વાયરલ વીડિયોની તસવીર
valsad news: વલસાડ શહેરમાં રસી (valsad corona vaccine) લેવા આવેલી એક મહિલા નો રસી લેતી વખતનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયામાં (woman funny video viral) વાયરલ થઇ રહ્યો છે.
વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં પણ રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહયુ છે. ત્યારે રસી લેવા આવેલી એક મહિલા નો રસી લેતી વખતનો એક રમુજી વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. રસી મુકાવવા આવેલી આ મહિલા રસી મુકતી વખતે ડર અનુભવી રહી હતી. આરોગ્યકર્મી એ મહિલાને રસી મૂકવા નો પ્રયાસ કરતા મહિલા નાના બાળકની જેમ રોકકળ કરતી મોબાઇલ કેમેરામાં કેદ થઇ ગઇ હતી. અને અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
બનાવની વિગત મુજબ વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં અત્યારે કોરોના વિરોધી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે ઘરે જઈ અને જાહેર સ્થળો પર પણ રસીકરણ કેમ્પો લગાવી લોકોને રસી આપી રહ્યા છે. અને મોટી સંખ્યામાં લોકો સામે ચાલીને રસી લેવા આવી રહ્યા છે. અને રસીકરણ અભિયાન ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ રસી પ્રત્યે ખોટી ભ્રામક માન્યતાઓને કારણે લોકો ડર પણ અનુભવી રહ્યા છે.
આથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ જે લોકો રસી લેતા ડર અનુભવે છે તેમને સમજાવી અને રસી લેવા સમજાવી અને રસી આપી રહ્યા છે. ત્યારે વલસાડના એક વિસ્તારમાં રસીકરણ માટે આરોગ્યની ટીમ પહોંચી હતી. અને લોકો ને રસી આપી રહ્યા હતા. આ રસીકરણ કેમ્પમાં એક રમૂજી ઘટના પણ બની હતી. રસી લેવા આવેલી આ મહિલાના દૃશ્યો સ્થળ ઉપર ઉપસ્થિત કોઈએ મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધા હતા.
વિડિઓ મા જોઈ શકાય છે કે કેમ્પ માં રસી લેવા આવેલી એક મહિલા રસી લેતા ડર અનુભવી રહી છે. આથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેને સમજાવી અને રસી આપવા પ્રયત્નો કરી રહ્યા છે. જોકે મહિલા નાના બાળકની જેમ રોકકળ કરી રહી છે. અને રસી મુકતા પહેલા પોતાના પરિવારના સભ્યોને પકડવા માટે પણ રડતી રડતી વિનંતી કરી રહી છે.
આથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ઉપસ્થિત લોકોએ તેને સમજાવી અને રસી લેવડાવી હતી. જોકે નાના બાળકની જેમ રસી મુકવા આવતા પહેલા ડરી અને રોકકડ કરતી આ મહિલાના દૃશ્યો સ્થળ ઉપર ઉપસ્થિત કોઈએ મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધા હતા. અને અત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને આ રમૂજી ઘટના અત્યારે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર