વલસાડ : આડા સંબંધોમાં અંધ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, મર્ડરને આપઘાતમાં ખપાવા ઘડ્યો હતો માસ્ટર પ્લાન

વલસાડ : આડા સંબંધોમાં અંધ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, મર્ડરને આપઘાતમાં ખપાવા ઘડ્યો હતો માસ્ટર પ્લાન
ઇન્સેરટ તસવીરમાં પત્ની મનિષા પ્રેમી દર્શન અને મૃતક પતિ

આડા સંબંઘોમાં અંધ બનેલી પત્નીએ પતિને મારી અને પ્રેમી સાથે બનાવ્યો હતો ખાસ પ્લાન પરંતુ પોલીસ તપાસમાં ફૂટ્યો ભાંડો

 • Share this:
  ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ જિલ્લાના (Valsad) પારડી તાલુકાના પારડી (Pardi) અને ઉદવાડા (Udvada) રેલવે સ્ટેશન વચ્ચે એક અઠવાડિયા અગાઉ રેલવે ટ્રેક પર ક્ષતવીક્ષત હાલતમાં એક મૃતદેહ (Dead Body) મળી આવ્યો હતો.આ ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી. પ્રથમ દૃષ્ટિ એ મૃતક એ કોઈ કારણસર આપઘાત કરી લીધો હોય તેવું લાગતું હતું. આથી પોલીસે મૃતદેહનો કબજો લઇ અને તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસની ગણતરીના દિવસની જ તપાસમાં આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે અને પોલીસે મૃતકની (Murder) હત્યા કરનાર બે આરોપીઓને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે.

  જોકે પોલીસના હાથે આરોપીઓ લાગતાં ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે મૃતકની હત્યા તેના  કોઈ દુશ્મન એ નહીં પરંતુ તેની જ પત્ની મનીષાએ કરી હતી. પત્ની એ પોતાના આડાસંબંધમાં પ્રેમમાં ખલેલ રૂપ બનતા પોતાના જ  પતિની પ્રેમી સાથે મળીને હત્યા કરી અને પતિની હત્યાને આપઘાતમાં ખપાવવાની માટે કાવતરું રચ્યું હતું. પરંતુ પારડી પોલીસે મૃતકની હત્યારી પત્ની મનીષા અને તેના પ્રેમી દર્શનની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.  આ પણ વાંચો : સુરત : વેપારીને Lockdownની અફવા ફેલાવવી ભારે પડી, ચેતવણીરૂપ કિસ્સો

  વિગતે વાત કરીએ તો ગઈ 6 ઠ્ઠી એપ્રિલના રોજ વલસાડ જિલ્લાના પારડી અને ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક પર ક્ષત-વિક્ષત હાલતમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક રીતે જોતા મૃતક એ  કોઈ કારણસર આપઘાત કર્યો હોય તેવું લાગી રહ્યું હતું.પરંતુ પોલીસે તપાસ કરતા રેલવે ટ્રેક નજીકથી ચાવી સાથેનું એક અવાવરું હાલતમાં મોટરસાયકલ પર મળી આવ્યું હતું.  આથી પોલીસે મોટરસાયકલ ના માલિક અંગે તપાસ કરતા અવાવરું હાલતમાં મળેલું મોટરસાયકલ વલસાડ જિલ્લાના સરોધી ના બરવાડી  ફળીયામાં રહેતા પ્રકાશભાઈ નગીનભાઈ પટેલનું હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે મોટરસાયકલ માલિક પ્રકાશ પટેલના ઘરે જઈને તપાસ કરતા  જાણવા મળ્યું હતું કે પ્રકાશભાઈ ઘરેથી ગુમ હતા.

  આથી પોલીસે મૃતક પ્રકાશ પટેલની પત્નીને સાથે લાવી અને પારડીમાં રાખવામાં આવેલા મૃતદેહને  બતાવતા પત્ની મનીષા એ પોતાના પતિનો મૃતદેહ હોવાની ઓળખ કરી હતી. આથી  પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રકાશ પટેલ અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આથી પોલીસને આશંકા જતાં પારડી પી એસ આઈ બી. એન.ગોહિલ અને તેમની ટીમે  આ મામલે મૃતક પ્રકાશ પટેલના આસપાસમાં રહેતા પડોશીઓની સાથે તેની માતા અને પત્ની સહિત એક કિશોર વયની પુત્રીને પણ  પુછપરછ કરી હતી

  આ પણ વાંચો : ગાંધીનગર : ચાર સંતાનોની માતાએ પ્રેમી સાથે રહેવાં કર્યુ એવું કામ કે જાણીને ચોંકી જશો

  પોલીસની પૂછપરછમાં મૃતકની માતાએ પત્ની પર આશંકા દર્શાવી હતી તો પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો અને આ હત્યા પત્નીએ રાત્રે જ પ્રેમી સાથે મળી અને પતિને માર મારી અને  હત્યા કરી હતી. જોકે પતિની હત્યા થતાં પુત્રીએ આ દ્રશ્યો જોયા હતા. જેની જાણ થતા  હત્યારી માતાએ પિતાની હત્યા થતાં નજરે જોનાર પુત્રી ને પણ ચૂપ રહેવા ધમકી આપી હતી.

  મનિષા અને દર્શન એક જ કંપનીમાં સાથે નોકરી કરતા હોવાથી બંનેની આંખ મળી ગઈ હતી.


  જોકે પોલીસ પૂછપરછમાં મૃતકની પુત્રીના નિવેદનમાં તેની માતા એટલે કે મૃતકના પત્ની મનીષાના કરતૂત ખુલ્લા પડી ગયા હતા આથી પોલીસે  પત્નીની આગવી ઢબે પૂછપરછ કરતા પોપટની જેમ પત્ની મનીષાએ ગુનો કબૂલી લીધો હતો અને  પોતાના પતિ પ્રકાશ પટેલ એ આત્મહત્યા નહીં પરંતુ તેને તેના પ્રેમી સાથે મળી પોતાના જ પતિની હત્યા કરી દીધી હતી.

  મૃતકની પત્ની મનીષાના પારડી તાલુકાના પોણિયા ગામ એ રહેતા અને પોતાની સાથે કંપની માં કામ કરતા  દર્શન પટેલ નામના એક વ્યક્તિ સાથે પ્રેમ સંબંધો હતા અને આ પ્રેમ સંબંધમાં  તેનો પતિ પ્રકાશ પટેલ નડતરરૂપ હોવાથી પત્ની અને તેના પ્રેમીએ પતિનું કાસળ કાઢવા માટે પ્લાન કર્યો હતો.

  આ પણ વાંચો : સુરત : કર્ફ્યૂ ભંગની બીકમાં દીકરીની સારવાર માટે આખી રાત રાહ જોઈ, સવારે થયું મોત

  બન્ને સાથે મળી અને પ્રકાશ પટેલની હત્યા કરી અને ત્યારબાદ તેના લાશને ઈકો ગાડીમાં નાંખી અને પારડી અને ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક પર ફેંકી દીધો હતો. ત્યારબાદ તેને આપઘાતમાં ખપાવવાની આરોપી પત્ની અને તેના પ્રેમીએ મૃતકની મોટરસાયકલ ઘરેથી લઈ અને ફરી એજ રેલવે ટ્રેકની નજીક મૂકી દીધું હતું.

  આમ પત્નીએ પોતાના જ પતિની પ્રેમી સાથે મળી અને હત્યા કર્યા બાદ પતિએ આપઘાત કર્યો છે. આવી કહાની ઉપજાવવા માટે મૃતદેહને રેલવે ટ્રેક પર ફેકી દીધો હતો. પરંતુ પારડી પોલીસે પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગોહિલ અને તેમની ટીમે કરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં આ  ચોંકાવાનારો ઘટસ્ફોટ થયો હતો
  Published by:Jay Mishra
  First published:April 12, 2021, 19:06 pm

  ટૉપ ન્યૂઝ