વલસાડઃ પતિના અનૈતિક સંબંધના ભાંડો ફૂટતા પત્નીને ઘરમાંથી કાઢી મૂકી!

News18 Gujarati
Updated: December 20, 2018, 12:30 PM IST
વલસાડઃ પતિના અનૈતિક સંબંધના ભાંડો ફૂટતા પત્નીને ઘરમાંથી કાઢી મૂકી!
પ્રતિકાત્મક તસવીર

નફ્ફટ પતિએ અનૈતિક સંબંધોનો સ્વીકાર કરી તેની સાથે લગ્ન ખાલી પૈસા અને શારીરિક સુખ મેળવવા માટે કર્યા હોવાનું પત્નીને જણાવવાની સાથે દહેજ પેટે તેના પિયરથી રૂ. 5 લાખ લઇ આવવા પરીણિતાને કાઢી મૂકી

  • Share this:
અત્યારના ભદ્રસમાજમાં પણ દહેજનું દુષણ હજી પણ જોવા મળે છે. દહેજ માટે પરિણીતા ઉપર અત્યાચાર ગુજારવાના અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે અને પોલીસ ચોપડે નોંધાતા રહે છે. આવો જ એક કિસ્સો વલસાડમાં બન્યો છે જેમાં લાખો રૂપિયા ખંખેરી લીધા બાદ પરીણિતાને ઘરમાંથી તગેડી મૂકી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદ પ્રમાણે વલસાડના કોસંબા ગામની એક યુવતી સાથે સગાઇ કરનાર યુવાને શીપમાં જવા માટે તબક્કાવાર રીતે 3.70 લાખની રકમ પડાવ્યા અને લગ્ન કર્યા બાદ જુદા જુદા સમયે કુલ 5.29 લાખથી વધુ રકમ ઉસેટી અને તે પછી દહેજ પેટે રૂ.5 લાખની માંગણી કરનાર પતિએ તેના પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધોનો ભાંડો ફૂટી જતા પત્નીને ઘરની બહાર કાઢી મકી હતી. જેને લઇને પત્નીએ તેના પતિ સહિતના 12 સાસરિયાઓ વિરૂદ્ધ દહેજ ઉત્પીડનની ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

મળતી માહિતી પ્રમાણે કોસંબા ગામમાં રહેતી યુવતીની સગાઇ બાવરી ફરિયાદમાં રહેતા ટંડેલ યુવક સાથે ઓગસ્ટ 2012માં થયા બાદરાજેશે શીપમાં નોકરી કરવા માટે સૌપ્રથમ રૂ.2,40,000 અને એકવાર શીપમાં જઇને પરત આવ્યા બાદ વધુ રૂ.1,30,000 એમ કુલ રૂ.3,70 લાખ કઢાવ્યા હતા. આ ઉપરાંત સાયન્સ કોલેજમાં એડમીશન લેનાર યુવતીને અભ્યાસ છોડવાની ફરજ પાડનાર યુવકે વલસાડ ખાતે નોકરી શરૂ કરનાર યુવતી ઉપર શંકા રાખીને નોકરી પણ છોડાવી દીધી.

આ પણ વાંચોઃ-LIVE: જસદણમાં હાઈવોલ્ટેજ ચૂંટણી જંગ, એક કલાકમાં 6 ટકા મતદાન થયું

પુત્રીના ભાવીનો વિચાર કરી માતા-પિતાએ તમામ શરતો મંજૂર કરતા છેવટે બંનેના તા.28-04-2018એ લગ્ન થયા હતા. જોકે, સાસરીયામાં પરીણિતાને મ્હેણાં ટોળાં મારીને માનસિકત્રાસ આપવા માંડ્યા યુવક તેની પત્નીને પિયરમાંથી એક લાખ રૂપિયા લાવવા કહેતા, પત્નીએ સાફ ના પાડી દીધી. જેથી તેને માર મારવાનું શરૂ કર્યું હતું.

જે દરમિયાન પરીણિતાએ પતિના અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો હોવાની જાણ થઇ હતી. નફ્ફટ પતિએ અનૈતિક સંબંધોનો સ્વીકાર કરી તેની સાથે લગ્ન ખાલી પૈસા અને શારીરિક સુખ મેળવવા માટે કર્યા હોવાનું પત્નીને જણાવવાની સાથે દહેજ પેટે તેના પિયરથી રૂ. 5 લાખ લઇને આવશે તો જ ઘરમાં આવવા દઇશું નહીં તો ખાવામાં ઝેર ભેળવીને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. આ અંગે પરીણિતાએ પતિ સહિત 12 સાસરીયા સામે ફરિયાદ કરી હતી.
First published: December 20, 2018, 9:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading