રાહુલ ગાંધી ધરમપુરમાં: જે પક્ષ જીતે વલસાડ બેઠક, કેન્દ્રમાં બને તેની સરકાર!

News18 Gujarati
Updated: February 14, 2019, 11:21 AM IST
રાહુલ ગાંધી ધરમપુરમાં: જે પક્ષ જીતે વલસાડ બેઠક, કેન્દ્રમાં બને તેની સરકાર!
રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

આ બેઠકનો ઇતિહાસ એવું જણાવે છે કે, જે રાજકીય પક્ષ વલસાડ લોકસભા બેઠક જીતે છે તે પક્ષ કેન્દ્રમાં સત્તા પર આવે છે.

  • Share this:
અમદાવાદ: કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધી આજે 2019ની લોકસભાની ચૂંટણીનું રણશીંગુ વલસાડનાં ધરમપૂરથી ફૂંકશે. ગુજરાતમાં રાહુલ ગાંધીની સભા વલસાડ લોકસભા મત વિસ્તારમાં જ રાખવી તે યોગાનુયોગ છે કે પછી પરંપરાગત માન્યતાને ધ્યાનમાં રાખીને કરી છે તે તો કોંગ્રેસ જ જાણે પણ આ બેઠકનો ઇતિહાસ એવું જણાવે છે કે, જે રાજકીય પક્ષ વલસાડ લોકસભા બેઠક જીતે છે તે પક્ષ કેન્દ્રમાં સત્તા પર આવે છે.

આવુ શા માટે બને છે તેનાં કોઇ ચોક્કસ કારણો નથી પણ આ યોગાનુયોગ ઘટના હવે પરંપરા બની ગઇ છે. દરેક પક્ષ માટે આ બેઠક શુભ ગણાય છે.

રાહુલ ગાંધી આજે વલસાડ જિલ્લામાં આવેલા ધરમપુરમાં જાહેર સભાને સંબોધશે અને એ રીતે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત વલસાડ બેઠકથી કરશે.

ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠકો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીએ આ તમામ બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે કોંગ્રેસને આશા છે કે, ભાજપનાં આ વિજયરથને રોકશે અને કેટલીક સીટો પોતે જીતી અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા રોકશે. જો કે, આ વાત તો સમય જ બતાવશે.

આ બેઠકનો ઇતિહાસ જોઇએ તો, અટલ બિહારી વાજપેયીની 1996માં પહેલી વખત સરકાર બની ત્યારે પહેલી વખત ભાજપે આ બેઠક જીતી હતી અને કેન્દ્રમાં વાજપેયીની સરકાર બની હતી. આ પછી અટલ બિહારી વાજપેયી 1998 અને 1999માં વડાપ્રધાન બન્યા ત્યારે પણ આ બેઠક તેમના પક્ષમાં હતી અને ભાજપે જીતી હતી.

જો કે, 2004માં કોંગ્રેસનાં ઉમેદવાર કિશન પટેલે આ બેઠક જીતી અને કેન્દ્રમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એન.ડી.એ)ની સરકારને હરાવી કોંગ્રેસનાં નેતૃત્વવાળી યુનાટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ)ની સરકાર બની. 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનાં ઉમેદવાર કિશન પટેલનો વિજય થયો અને કેન્દ્રમાં કોંગ્રેસનાં નેતૃત્વવાળી યુપીએની સરકાર બની હતી.પણ ફરી આ ચિત્ર બદલાયુ અને 2014ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર વિજય મેળવ્યો અને કેન્દ્રમાં ભાજપની બહુમતિ સાથે સરકાર બની અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા.

મહત્વની વાત એ છે કે, જ્યારે પણ વલસાડ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર (એટલે કે ભાજપ પણ નહીં અને કોંગ્રેસ પણ નહીં) જીતે છે ત્યારે કેન્દ્રમાં ભાજપની પણ નહી અને કોંગ્રેસની પણ નહી એવી ગઠબંધનની સરકાર બને છે.

1997થી આજ સુધીમાં કોંગ્રેસે આ બેઠક પાંચ વખત જીતી છે, ભારતીય જનતા પાર્ટીએ ત્રણ વખત અપક્ષ ઉમેદવારોએ બે વખત જીતી છે.

વલસાડ બેઠકમાં 15 લાખની આસપાસ મતદારો છે. જેમાં ધોડિયા, કોંકણા, વરલી, કોળી, હળપતિ, માછીમારો, મુસ્લિમો અને ભીલનો સમાવેશ થાય છે.

 
First published: February 14, 2019, 11:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading