કમોસમી માવઠાને કારણે શાકભાજીના પાકમાં પાણી ભરાઇ જતાં ફૂગ અને જીવાતમાં વધારો થયો.
છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો (Climate change) આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સતત ત્રણ દિવસથી વલસાડ (Valsad) જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ (Unseasonal rains)વરસી રહ્યો છે.
વલસાડ: જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો (Climate change) આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સતત ત્રણ દિવસથી વલસાડ (Valsad) જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ (Unseasonal rains)વરસી રહ્યો છે. છેલ્લા 3 દિવસ માં જિલ્લાના વલસાડ, વાપી, પારડી અને ધરમપુર સહિત ના તાલુકાઓમાં સરેરાશ 3 થી સાડા ત્રણ ઇંચ કમોસમી વરસાદ વરસી ચૂક્યો છે. આથી શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાતા ખેડૂતોમાં (Farmers) ચિંતા નો વધારો થયો છે.
વલસાડ જિલ્લામાં અંદાજે 4 હજાર હેકટર જમીનમાં કરાયેલા શિયાળુ પાકના વાવેતરને ભારે નુકસાન ની ભીતિ સેવાઇ રહી છે. અગાઉ તૌકતે વાવાઝોડાના કારણે વલસાડના ખેડૂતોને કેરીના પાકમાં 70 ટકાથી પણ વધારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે ખેડૂતોને આશા હતી કે શિયાળુ પાકમાં ખેડૂતો ડાંગર કઠોળ અને શાકભાજીના નો પાક સારો આવેશે જેથી વર્ષ સુધરી જશે. પરંતુ હવે વાડીઓમાં શાકભાજી ના પાક મા રીંગણ, ટામેટા, દૂધી, કારેલા, મરચા તેમજ વાલ, અને તુવેર જેવા કઠોળ ના પાકોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ફરી એકવાર મેઘરાજાએ તોફાની શરૂઆત કરી છે.
ભારે પવન સાથે વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી માવઠાને કારણે રીંગણ, ટામેટા, દૂધી, કરેલા, મરચા જેવા શાકભાજીના પાક તેમજ વાલ, અને તુવેર જેવા કઠોળ ના પાકમાં પણ પાણી ભરાઇ જતાં ફૂગ અને જીવાતમાં વધારો થયો છે .જેના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આવતા ત્રણ દિવસમાં હજુ ભારે વરસાદ પડે તો ખેડૂતોને તમામ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે અને જો મેઘો વિરામ લે તો પણ દવા અને રાસાયણિક ના ખર્ચા તો ખેડૂતોને જરૂર ભોગવવાનો વારો આવશે.બદલાયેલા વાતાવરણ અને કમોસમી વરસાદ ને કારણે આંબાવાડીઓમાં કેરીના ફ્લાવરિંગ ને પણ અસર થઈ શકે છે.
સાથે જ જિલ્લામાં શાકભાજીના પાકને પણ બદલાયેલું વાતાવરણ નુકસાનકારક સાબિત થઇ રહ્યું છે..વલસાડ જિલ્લામાં અંદાજે 35 હજાર થી 40 હજાર હેકટર થી વધુ વિસ્તારમાં આંબાવાડી ઓ આવેલી છે જેમાં કેરી નો પાક થાય છે અને આ સમય કેરી ના પાક માટે આબાઓ પર ફ્લાવરિંગ નો સમય છે. આથી હજુ પણ લાબા સમય સુધી આ વાતાવરણ યથાવત રહેશે તો.. કેરી ના પાક માં નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે.
આ સીઝન માં કેરી ના ઝાડ પર ફ્લાવરિંગ થાય છે.. અને ખેડૂતો દવા નો છટકાવ પણ કરતા હોય છે.. પરંતુ કમોસમી વરસાદ ખેડૂતો ની આશા પર પાણી ફેરવી શકે છે.. તો બીજી તરફ જિલ્લા માં જ્યાં ડાંગર નો પાક પણ ખેતર મા સુકાઈ રહ્યો હતો..તે પણ પલળી ગયો છે.. અને શાકભાજી ના પાક ને પણ આ વરસાદ નુકસાન કારક પુરવાર થઈ રહ્યો છે.. આથી ખેડૂતો સરકાર સમક્ષ મદદ ની અપેક્ષા રાખી રહ્યા છે..