Home /News /south-gujarat /

વલસાડ: ઉમરગામ તાલુકાના સરીગામમાં સ્કૂલમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વલસાડ: ઉમરગામ તાલુકાના સરીગામમાં સ્કૂલમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સરીગામની

સરીગામની એક સ્કૂલમાં શિક્ષકો એ બાળકોને ટ્રક માંથી પુસ્તકો ઉતારવાના કામે લગાવ્યા.

ઉમરગામ તાલુકાના સરીગામમાં 1 સ્કૂલમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.. 

    વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામની એક સ્કૂલમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.. ઉમરગામ તાલુકાના સરીગામની આવેલી જાણીતી કે. ડી.બી હાઈસ્કૂલમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પુસ્તકો ભરીને એક ટ્રક આવ્યો હતો. જો કે સ્કૂલના શિક્ષકો અને આચાર્ય દ્વારા ટ્રકમાંથી પુસ્તકો ઊતારવા માટે અન્ય શ્રમિકોની મદદ લેવાને બદલે શાળાના બાળકોને જ ટ્રકમાંથી પુસ્તકો ઉતારવા માટે કામે લગાવવામાં આવ્યા હતા.

    વાયરલ થયેલા વિડિયો માં શાળાના બાળકો ટ્રકમાંથી પુસ્તકો ઉતારી રહ્યા છે.. સરકાર દ્વારા કોવિડ પ્રોટોકોલ ને ધ્યાનમાં રાખી અને શાળાઓ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે ..અગાઉ પણ આ સ્કૂલના શિક્ષકો કોવિડ પોઝિટિવ આવ્યા હતા. તેમ છતાં શાળા દ્વારા આ બાળકોને લાઈનમાં લગાવી અને આવી રીતે શ્રમ કાર્ય કરાવવામાં આવ્યું હતું.ટ્રક માંથી પુસ્તકો ઉતારી રહેલા બાળકોમાં મોટાભાગના બાળકો એ માસ્ક પણ પહેર્યું ન હતુ.. સાથે જ વાયરલ થયેલા વિડિયો મા એ પણ દેખાય છે. કે જે પુસ્તકો ભરી અને ટ્રક સ્કૂલ સુધી આવી હતી.. એ ટ્રકમાં ભરેલા પુસ્તકો પણ અસ્ત વ્યસ્ત જણાઇ રહ્યા હતા .

    આ પણ વાંચો: ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, ગુરુવાર બાદ ઠંડીનું જોર વધશે

    સ્કૂલ સુધી પહોંચાડવા માટે ટ્રકમાં બેદરકારીથી પુસ્તકો ભરવામાં આવેલા હોવાનું પણ જણાઈ રહ્યું હતું.. આમ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામની કે.ડી હાઈસ્કૂલમાં બાળકોને બાળ મજૂરી કરાવવામાં આવી રહી હોવાનો વિડીયો વાયરલ થતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો ..
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: ઉમરગામ, વલસાડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन