વાપી: દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા ચોરથી નાસ્તો જોઈને રહેવાયું નહીં, CCTV સામે જ ભરપેટ નાસ્તો કરીને કરી ચોરી!

વાપી: દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા ચોરથી નાસ્તો જોઈને રહેવાયું નહીં, CCTV સામે જ ભરપેટ નાસ્તો કરીને કરી ચોરી!
ચોરની હરકત સીસીટીવીમાં કેદ.

ચોર ઘૂસ્યો તે દુકાન નાસ્તાની દુકાન હોવાથી તે વસ્તુઓની સુગંધથી બધુ ભૂલી ગયો હતો! બાદમાં દુકાનમાં રાખેલા મેથીના થેપલા, સોસ અને ચટણીની બોટલ કાઢી ટેબલ પર આરામથી નાસ્તાની થાળી સજાવી હતી.

 • Share this:
  ભરતસિહ વાઢેર, વલસાડ: ઔદ્યોગિક નગરી વાપી (Vapi)માં ચોરીની એક અજીબ ઘટના બની છે. વાપી સેલવાસ રોડ (Vapi-Silvassa road) પર આવેલી એક નાસ્તાની દુકાન મોડી રાત્રે એક ચોર (Thief) ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. જોકે, ચોરી કરતા પહેલા ચોરને ભૂખ લાગી હતી. જે બાદમાં તેણે નાસ્તાની દુકાનમાં રાખેલા થેપલા અને સોસની લિજ્જત માણી હતી. સાથે જ વડાપાંઉના વડા અને મસાલાની પ્લેટ પણ બાજુમાં મૂકીને ભરપેટ ભોજન કર્યું હતું. બાદમાં ટેસથી ઠંડુ પણ પીધું હતું. ભરપેટ જમ્યા બાદ તેણે દુકાનમાંથી રોકડની ચોરી કરી હતી. દુકાનમાંથી જતી વખતે તેણે સિગારેટ અને પાન મસાલાની પણ ચોરી કરી હતી. આ આખો બનાવ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. ચોરીના અજીબ બનાવનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  વિગતે જોઈએ તો વાપીના વાપી-સેલવાસ રોડ પર આવેલી સૌરાષ્ટ્ર નાસ્તા એન્ડ ટી સ્ટોલ નામની દુકાનમાં મોડી રાત્રે એક ચોર ચોરી કરવા ઘૂસ્યો હતો. જોકે, આ નાસ્તાની દુકાન હોવાથી તે ખાવાની વસ્તુઓની સુગંધથી બધુ ભૂલી ગયો હતો! જે બાદમાં તેણે દુકાનમાં રાખેલા મેથીના થેપલા, સોસ અને ચટણીની બોટલ કાઢી દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાની સામેના ટેબલ પર આરામથી થાળી સજાવી હતી. ત્યારબાદ થેપલા સાથે સોસની લિજ્જત માણી હતી.  આ પણ વાંચો: Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં તેજી, ફટાફટ જાણો આજનો ભાવ

  આ સાથે જ વડાપાંઉના મસાલાની પ્લેટને પણ ટેબલ પર મૂકી તેની મોજ માણી હતી. ચોરી પહેલા ચોર ભરપેટ પેટપૂજા કરે છે તે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ભૂખની આગળ જાણે ભાન ન રહ્યું હોય તેમ ચોરે પહેલા પેટપૂજા અને બાદમાં ચોરી કરી હતી. પેટપૂજા બાદ તે દુકાનના રાખેલી રોકડ રકમ લઇને ત્યાંથી ભાગી ગયો હતો. દુકાનમાંથી બહાર નીકળતી વખતે પણ તેણે સિગારેટના પેકેટ અને અન્ય મસાલાની ચોરી કરી હતી.

  આ પણ વાંચો:  સુરત: કચરો ભરવાની ગાડીમાં વેન્ટિલેટર લાવીને SMC શું સાબિત કરવા માંગે છે? જરા શરમ કરો

  આ પણ વાંચો: સુરતમાં કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લીધો: સારવાર માટે ખસેડાયાના પાંચ જ કલાકમાં મોત

  બીજા દિવસે દુકાન ખોલતી વખતે દુકાનના માલિકને સમગ્ર બાબતની જાણ થઈ હતી. જે બાદમાં તેઓએ દુકાનના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. દુકાનમાં ચોરી થઇ હોવાનું જાણીને દુકાન માલિકે પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ પરથી ચોરને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:April 06, 2021, 11:59 am

  ટૉપ ન્યૂઝ