વાપી: લગ્નના બે દિવસ પહેલા જ નર્સ યુવતી કોરોના સામે જંગ હારી ગઈ, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

વાપી: લગ્નના બે દિવસ પહેલા જ નર્સ યુવતી કોરોના સામે જંગ હારી ગઈ, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો
મનિષા.

આવતીકાલે એટલે કે 23મી એપ્રિલના રોજ યુવતીના લગ્ન (Marriage) હતા. એટલે કે યુવતીએ તેની પીઠીના દિવસે દમ તોડી દીધો હતો.

 • Share this:
  વલસાડ: કોરોનાની બીજી લહેર (Coronavirus second wave) ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. રાજ્યમાં દરરોજ 100થી વધારે લોકો મોતને ભેટી રહ્યા છે. જોકે, આ તો સરકારી ચોપડે નોંધાયેલા મોત છે. વાસ્તવિક આંકડા આનાથી ખૂબ વધારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી લહેરમાં અનેક કોરોના વૉરિયર્સ (Corona warriors) પણ મોતને ભેટી રહ્યા છે. બુધવારે વાપી (Vapi)ની હૉસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુતીએ કોરોના સામે જંગ લડતાં લડતાં દમ તોડી દીધો નર્સને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. આવતીકાલે એટલે કે 23મી એપ્રિલના રોજ યુવતીના લગ્ન (Marriage) હતા. એટલે કે યુવતીએ તેની પીઠીના દિવસે દમ તોડી દીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં લગ્નની ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

  વેન્ટિલેટર પર હતી યુવતી  બનાવની વિગત જોઈએ તો કપરાડા તાલુકાના મોટાપોંઢાની મનિષા પટેલ નર્સિંગનો કોર્ષ કરી વાપીની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતી હતી. જોકે, હાલ તેણી કોઈ હૉસ્પિટલમાં ફરજ પર ન હતી. આ દરમિયાન યુવતીને તાવ આવ્યો હતો. જે બાદમાં તેણીને સારવાર માટે સેલવાસની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. યુવતીને કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. ધીમે ધીમે તબિયત લથડતા યુવતીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

  આ પણ વાંચો: 'બધા તબિયત સાચવજો, શરીર નાશવંત છે પરંતુ આત્મા અમર છે,' મુંબઈના મહિલા ડૉક્ટર કોરોના સામે જંગ હાર્યાં

  ખાનગી હૉસ્પિટલ ખાતે કોરોના સામે લડતાં લડતાં યુવતીએ દમ તોડી દીધો હતો. પરિવારના સભ્યો પાસેથી મળતી માહિતી પ્રમાણે 23મી એપ્રિલના રોજ યુવતીના લગ્ન નક્કી થયા હતા. એટલે કે લગ્નના બે દિવસ પહેલા જ યુવતીએ દમ તોડી દીધો હતો. જે બાદમાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પરિવાર જે દીકરીના લગ્નનની તૈયારી કરી રહ્યો હતો તેની અંતિમવિધિની તૈયારી કરવી પડી હતી!

  આ પણ વાંચો:  રાજકોટ: હાઉસફૂલ હૉસ્પિટલમાં 9,000 રૂપિયા આપો અને બેડ મેળવો, લાલચુ યુવકનો વીડિયો વાયરલ

  પરિવારના સભ્યોના કહેવા પ્રમાણે મનિષાના લગ્ન માટે તમામ તૈયારી પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત તમામ ખરીદી પણ કરી લેવામાં આવી હતી. એટલે સુધી કે પરિવારે દીકરીના લગ્ન માટે મંડપ પણ નાખી દીધો હતો. પરંતુ કુદરતે કંઈક બીજું જ લખ્યું હતું.


  આ પણ વાંચો: રાજકોટ: દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ કાળમુખો કોરોના માતાપિતાને ભરખી ગયો


  વલસાડ ગ્રામ્ય વિસ્તારોમાં 10 દિવસના સ્વૈચ્છિક બંધની જાહેરાત

  વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબૂમાં રાખવા વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લાના વેપારી એસોસિએશન સાથે અન્ય અગ્રણીઓએ સામૂહિક નિર્ણયના ભાગરૂપે 20મી એપ્રિલથી 10 દિવસ સુધી જિલ્લામાં સ્વૈચ્છિક બંધનું એલાન કર્યું છે. જોકે, બુધવારે જિલ્લામાં બંધની અસર નહિવત જોવા મળી હતી. અનેક તાલુકા અને ગામોની બજારો પહેલાની જેમ ચાલુ જોવા મળી હતી.
  Published by:News18 Gujarati
  First published:April 22, 2021, 07:16 am

  ટૉપ ન્યૂઝ