Home /News /south-gujarat /vapi news: ટ્રાફિક policeની સુવિધા માટે ટ્રાફિક કેબિનનું લોકાર્પણ

vapi news: ટ્રાફિક policeની સુવિધા માટે ટ્રાફિક કેબિનનું લોકાર્પણ

X
વાપી

વાપી ટ્રાફિક પોલીસ

વલસાડ જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના (valsad SP dr rajdipsinh zala) હસ્તે વાપીના વૈશાલી ચાર રસ્તા પર જાહેર રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓની સુવિધા માટે ટ્રાફિક કેબિનનું (Traffic cabin) લોકાર્પણ કરવામા આવ્યું હતું.

વધુ જુઓ ...
વાપીઃ વલસાડ (valsad news) જિલ્લામાં જાહેર રસ્તાઓ પર ટ્રાફિક નિયમન (traffic rules) સહિતની કામગીરીમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ (police man) માટે હવે કામના સ્થળ પર જ આરામ કરવા અને અન્ય કલેરિકલ કામ કરવા માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના હસ્તે વાપીના વૈશાલી ચાર રસ્તા પર જાહેર રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓની સુવિધા માટે ટ્રાફિક કેબિનનું (Traffic cabin) લોકાર્પણ કરવામા આવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે પોલીસકર્મીઓ ટ્રાફિક નિયમન માટે અને વોચ માટે ઠંડી ગરમી કે ભારે વરસાદ વચ્ચે પણ રસ્તાઓ પર પોતાની ફરજ બજાવતા જોવા મળે છે. જોકે રસ્તાઓ પર ફરજ બજાવતા પોલીસકર્મીઓને પણ આરામ ની જરૂરિયાત રહે છે. અને ક્યારેક પેપર વર્ક કરવા માટે પણ તેમને વ્યવસ્થિત જગ્યાની જરૂર ઊભી થાય છે. ત્યારે પોલીસકર્મીઓની સુવિધા માટે વલસાડ જિલ્લાના વાપી તાલુકામા એક સામાજિક સંસ્થાના સહયોગથી જુદા જુદા રસ્તાઓ, ચાર રસ્તાઓ અને મહત્વના સ્થળો પર 10 જેટલા સુવિધાસભર કેબીનો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વાપીની સાથે આગામી દિવસોમાં વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારો અને તાલુકાઓમાં પણ પચાસ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. જ્યાં જાહેર રસ્તાઓ પર વિષમ પરિસ્થિતિમાં પણ પોલીસકર્મીઓ ફરજ બજાવે છે. આવા પોઈન્ટ ઉપર પોલીસકર્મીઓની સુવિધા માટે જિલ્લાભરમાં 50 થી વધુ સુવિધાસભર કેબીનો મુકવામાં આવશે. એક સામાજિક સંસ્થા ના સહયોગથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રસ્તાઓ પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓની સુવિધા માટે નવી પહેલ કરવામાં આવી છે.
First published:

Tags: Valsad news, Vapi News, ટ્રાફિક પોલીસ