વલસાડ: છેલ્લા કેટલાક દાયકાથી માનવ દ્વારા આડેધડ ફોસિલ ફ્યુઅલના વપરાશના કારણે આવનાર પેઢીને બળતણ ઇંધણની સમસ્યાનો ઉપાય માત્ર ગ્રીન ઉર્જા માનવામાં આવે છે.ત્યારે સૌર ઉર્જા એ જ ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. ત્યારે રાજ્ય આ છેવાડે આવેલ અદ્યોગિક નગરી વાપીમાં સૌર વૃક્ષ થકી વીજળીના ઉત્પાદનની શરૂઆત કરાઈ છે. અને તેના થકી પાણી આપવાની શરૂઆત કરવામાં આવી છે. સોલાર ટ્રી આપણા માટે એક નવો જ શબ્દ છે વાપીમાં આકાર પામેલ આ સોલાર ટ્રી દુનિયાનું સૌથી વધારે વીજળી પેદા કરનાર સોલાર ટ્રી બની ગયું છે.
વિશાળ વૃક્ષ જેવું દેખાતું આ સ્ટ્રક્ચર હકીકતમાં સૌર વૃક્ષ છે. વાપી નગર પાલિકા વિસ્તારમાં આવેલ અટલ બિહારી વાજપેયી ઉદ્યાનમાં આ 4 વૃક્ષ આધુનિક સોલાર ટ્રી છે અને આ સૂર્ય ઉર્જા માંથી વીજ ઉર્જા નિર્માણ કરી આવનાર પેઢી ને ફોસિલ ઉર્જા નો ઓછા માં ઓછો ઉપયોગ કરવાની પ્રેરણા પણ આપે છે. ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ના સહયોગ થકી વાપી નગર પાલિકાએ બનાવેલ 80 લાખના ખર્ચ થકી 15 કિલો વોલ્ટ ના 2 સૌર વૃક્ષ અને 10 કિલો વોલ્ટ ના 2 સૌર વૃક્ષ લગાવવામાં આવ્યા છે જેના થકી 90 કિલો વોલ્ટ વીજળી નું ઉત્પાદન થાય છે આમ 90 કિલો વોલ્ટ વીજળી નું ઉત્પાદન કરતા આ પ્લાન્ટ થી વાપી ના ચલા વિસ્તારનું 180 કેવી વીજ પૈકીં અડધું બિલ સૌર ઉર્જા પૂરું પાડે છે. એટલે કે ચલા વિસ્ત્તાર ને પાણી પૂરું પડતા સંપનું 180 કેવી વીજમાંથી 90 કેવી વીજ ઉત્પાદન હવે આ સૌર ટ્રી કરી રહ્યું છે.
છેલ્લા 3 દાયકાથી દેશમાં વધતા જતા ટ્રાન્સપોર્ટને કારણે દેશમાં વિદેશી હૂંડિયામણનો ઉપયોગ ક્રૂડ ઓઇલ પાછળ ખર્ચાય છે ,ત્યારે હવે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વિન્ડ, સૌર, હાઈડ્રો એનર્જી થકી વીજ ઉત્પાદન ને પ્રોત્સાહન આપી રહયા છે ત્યારે ભારત જેવા દેશમાં જ્યા ઉનાળામા ખુબ તડકો પડે છે ત્યારે સૌર ઉર્જા એક શ્રેષ્ટ ઉપાય માનવામાં આવે છે ત્યારે દેશ માં છેલ્લા એક દશકથી અનેક સોલાર પાર્ક નિર્માણ પામી રહયા છે તો આ પ્રકારના સરકારી નિર્માણમાં સોલાર ટ્રી પણ બનવા લાગ્યા છે, ત્યારે વાપીમાં નિર્માણ પામેલ દુનિયાનું સૌથી વધારે 15 કેવી સોલાર વૃક્ષે બંગાળના 11.5 કેવી ક્ષમતા ધરાવતા સોલાર વૃક્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
લોકોની છત પર જોવા મળતા રૂફ સોલાર પેનેલની સાથે સાથે હવે સોલાર ટ્રી જેવા નવા પ્રોજેક્ટ થકી રાજ્ય માં સૌર ઉર્જા વીજ ઉત્પાદન નું નવું માધ્ય્મ બની રહ્યું છે ..ત્યારે વાપી ના આ ઉદ્યાનની જેમ દેશના વિવિધ ઉદ્યાનોમાં વિશાલ ઘટાદાર વૃક્ષઓ ની સાથે સાથે સોલાર ટ્રી પણ જરૂરી બની રહયા છે. જેથી પૃથ્વી ના ઘટતા ફોસિલ ફ્યુલ ની સામે ગ્રીન એનર્જી નવો વિકલ્પ વિકાસ પામે અને આવનાર પેઢી ને ગ્રીન એનર્જી તરફ વળે.