Home /News /south-gujarat /

વાપી: જીઆઇડીસીમાં મોબાઈલ સ્નેચિંગ કરીને ફરાર થતી ટોળકીનો એક આરોપીની ઘરપકડ

વાપી: જીઆઇડીસીમાં મોબાઈલ સ્નેચિંગ કરીને ફરાર થતી ટોળકીનો એક આરોપીની ઘરપકડ

રાહદારીઓ અને વાહનચાલકોના મોબાઈલ સ્નેચિંગ કરીને ફરાર થતો ઈસમ એસઓજીના હાથે ઝડપાયો.

વાપીના જીઆઇડીસી વિસ્તારમા છેલ્લા કેટલાક સમયથી રાહદારીઓ અને વાહનચાલકોના મોબાઈલ સ્નેચિંગ કરી ને ફરાર થતી એક ટોળકીએ આતંક મચાવ્યો હતો. અને છાસવારે બનતી આ મોબાઈલ સ્નેચિંગ ની ઘટનાઓ અંગે પોલીસ મથકે ફરિયાદો પણ કરવામાં આવી હતી   ત્યારે હવે આ ટોળકીના એક આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડી ત્રણ મોબાઈલ પણ કબ્જે કર્યા છે. આગળની તપાસ માટે જીઆઇડીસી પોલીસને સોંપ્યો છે.

વધુ જુઓ ...
    વાપી: જીઆઇડીસી વિસ્તારમા છેલ્લા કેટલાક સમયથી રાહદારીઓ અને વાહનચાલકોના મોબાઈલ સ્નેચિંગ કરી ને ફરાર થતી એક ટોળકીએ આતંક મચાવ્યો હતો. અને છાસવારે બનતી આ મોબાઈલ સ્નેચિંગ ની ઘટનાઓ અંગે પોલીસ મથકે ફરિયાદો પણ કરવામાં આવી હતી. ત્યારે હવે આ ટોળકીના એક આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડી આગળની તપાસ માટે જીઆઇડીસી પોલીસને સોંપ્યો છે.

    મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી વાપી ના જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં મોબાઈલ સ્નેચિંગ કરતી ટોળકીએ આતંક મચાવ્યો હતો. આ ટોળકી રસ્તે ચાલતા રાહદારીઓ તેમજ વાહનચાલકોના મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઈ હતા હતા. છાસવારે બનતી આ ઘટનાનોઓ અંગે ભોગ બનનાર વ્યક્તિઓ દ્વારા પોલીસ મથકોમાં અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી. આથી આ ટોળકીને ઝડપી પાડવા એસઓજી પીઆઇ વી.બી.બારડ ની સુચનાને લઈ એસઓજી ની ટીમ રવિવારે વાપી જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ મા હતી. તે દરમ્યાન ગુંજન વિસ્તારમાં પહોંચતા એક શંકાસ્પદ ઇસમ અટકાવ્યો હતો.

    આ પણ વાંચો: વડોદરામાં child pornoghaphyના વીડિયો અપલોડ-શેર કરનાર સામે ગુનો દાખલ

    આ ઈસમ પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જે અંગે આધાર પુરાવા માંગતા અને તેની પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો જેથી પોલીસે જય રવિ પાંડુરમ સામે 41(1) ડી મુજબ અટકાયતી પગલા લઈ વધુ તપાસ માટે જીઆઇડીસી પોલીસ ને સોંપવામાં આવ્યો છે.એસઓજી પોલીસ ના હાથે ઝડપાયેલ 21 વર્ષીય આરોપી જય રવિ પાંડુરમ હાલ વાપીના છીરી રણછોડનગર ખાતે વિપુલભાઈ ની ચાલીમાં રહે છે. અને મૂળ  ચેન્નઇ તામિલનાડુ નો રહેવાસી છે. આ આરોપી અગાઉ પણ આ પ્રકારની ચોરીના ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. હાલ જીઆઇડીસી પોલીસે આરોપીની અટકાયત કરી છે અને પુછપરછ હાથ ધરી છે. ત્યારે હવે જીઆઇડીસી પોલીસની તપાસ દરમ્યાન આગામી સમયમાં હજુ પણ અનેક ગુનાનો ભેદ ઉકેલાવાની શક્યતાઓ જોવાઇ રહી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Valsad, આરોપી, વલસાડ

    આગામી સમાચાર